1. Home
  2. ગુજરાતી
  3. કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા
કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા

0
Social Share
  • કોરોના વાયરસ અપડેટ
  • કેસમાં 43 ટકાનો ઘટાડો
  • 24 કલાકમાં 1,247 નવા કેસ

દિલ્હી: ભારતમાં COVID-19 કેસમાં લગભગ 43 ટકાનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,247 નવા કેસ નોંધાયા છે. તાજેતરના આંકડાઓ સાથે, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 43,045,527 થઈ ગઈ છે.તો,છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક મૃત્યુ થયું છે.

દેશ સોમવારે સવારે બે હજાર કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા હતા, જેને લઈને લોકોમાં ચીંતા પણ વધી હતી. પણ અત્યારે દેશમાં હવે 1247 કેસ નોંધવામાં આવતા હાલ 43 ટકાનો ઘટાડો થતા લોકોને રાહત મળી છે.

દેશમાં કોરોનાવાયરસને લઈને કેટલાક લોકો દ્વારા બેદરકારી પણ જોવા મળી રહી છે અને તેના કારણે આગામી સમયમાં વધારે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. દિલ્લી અને મહારાષ્ટ્ર કે જ્યાં સૌથી વધારે કેસ નોંધવામાં આવતા હતા તે રાજ્યોમાં અને શહેરમાં માસ્ક વગર લોકો ફરી રહ્યા છે અને ત્યાં જ કેસની સંખ્યા વધી રહી છે. દેશમાં આજે પણ ટોટલ કેસમાંથી 25 ટકા જેટલા કેસ દિલ્લીમાં નોંધવામાં આવી રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code