
દિલ્હી – છેલ્લા કેટલાક સામે થી ભારત અને કેનેડા વચ્ચે ના સંબંધોમાં ખારાશ જોવા માંડી રહી છે કારણ કેકેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાવચ્ચે રાજદ્વારી તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી.
જો કે હવે નમહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સમગ્ર સ્થિતિ બાદ બે મહિનાના વિરામ બાદ ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે, કેનેડાના લોકો માટે એક સારા સમાચાર સાબિત થાઈ છે.
લગભગ બે મહિનાના વિરામ પછી ભારતે કેનેડિયન નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. રાજદ્વારી વિવાદ વચ્ચે 21 સપ્ટેમ્બરે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો” સામેલ હતા. જો કે, ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ ભૂમિકા હોવાનો ભારપૂર્વક ઇનકાર કર્યો હતો, આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવ્યા હતા અને તેના દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા રજૂ કરવાની માંગ કરી હતી.
જો કે કેનેડાના નિવેદનને નકારી ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાએ તેના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી હતી. જેના જવાબમાં ભારતે પણ કેનેડા માટે આવી જ એડવાઈઝરી બહાર પાડી હતી.
આ ઘટના બાદ ભારતે કેનેડામાં હાજર ભારતના વિઝા એપ્લિકેશન સેન્ટરની સેવાઓ સસ્પેન્ડ કરી દીધી હતી. વિદેશ મંત્રાલયે “ભારતીય બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓ દ્વારા હસ્તક્ષેપ” ટાંકીને કેનેડાને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે 2 મહિનાના વિરામ બાદ કેનેડાના લોકો માટે ઈ-વિઝા સેવાઓ શરૂ કરી છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ સમાચાર થોડી રાહતના છે કે ભારતે કેનેડિયન નાગરિકોને આપવામાં આવેલા ઈ-વિઝા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.