
કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટનાની ભારતે સખ્ત નિંદા કરી- હેડ ક્રાઈમ સામે કાર્યવાહીની પણ કરી માંગ
- કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના
- ભારતે આ ઘટનાને વખોળી
- હેડ ક્રાઈમ સામે કાર્યવાહીની પણ કરી માંગ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેનેડજામાં રહેતા ભારતીયો પ્રત્યે નફરતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે હવે તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના એક પાર્કમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાર્ક ‘ભગવદ ગીતા પાર્ક’ તરીકે ઓળખાય છે. ભારતે આ ઘટનાની હવે સખત નિંદા કરી છે આ પહેલા પણ કેનેડામાં રહેતા ભારયીતો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
ત્યારે હવે ભગવદ ગીતા પાર્કની ઘટનાને ભારતે હેટ ક્રાઈમ ગણાવી છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને જલ્દી પકડવાની અપીલ કરી છે.ભારતે આ ઘટનાને વખોળી છે,.આ પહેલા પણ અનેક ઘટના આ પ્રકારની સામે આવી ચૂકી છે જેથી ભારત હવે કેનેડા સામે લાલ આંખ કરી રહ્યું છે.તે જ સમયે, આ બાબતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે શ્રી ભગવદ ગીતા પાર્કમાં કાયમી સાઈનબોર્ડ હજુ તૈયાર નથી. પાર્કમાં કોઇપણ પ્રકારની તોડફોડની કોઇ નિશાની મળી નથી.જો કે ઘટના બનવા પામી છે જેને લઈને અનેક ભારતીયોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
ભારતીય હાઈકમિશેને ઘટનાની કરી નિંદા
કેનેડા સ્થિત ઓટાવામાં ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “અમે બ્રેમ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને પોલીસને ગુનેગારો સામે તપાસ કરવા અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.”
We condemn the hate crime at the Shri Bhagvad Gita Park in Brampton. We urge Canadian authorities & @PeelPolice to investigate and take prompt action on the perpetrators @MEAIndia @cgivancouver @IndiainToronto pic.twitter.com/mIn4LAZA55
— India in Canada (@HCI_Ottawa) October 2, 2022
આ પહેલા પણ બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પાર્કમાં તોડફોડની ઘટનાની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની નિંદા કરતા બ્રાઉને કહ્યું કે અમે તેના માટે ઝીરો ટોલરન્સ છીએ. અમને જાણવા મળ્યું છે કે તાજેતરમાં અનાવરણ કરાયેલ શ્રી ભગવદ ગીતા પાર્કના પ્રતીકની તોડફોડ કરવામાં આવી હતી. અમે પીલ પ્રાદેશિક પોલીસને વધુ તપાસ માટે આદેશ આપ્યા છે.