
ભારત-અમેરિકા આજથી હિંદ મહાસાગરમાં બે દિવસીય નૌસૈન્ય અભ્યાસ કરશે
- ભારત-અમેરિકા નૌસૈન્ય અભ્યાસ કરશે
- હિંદ મહાસાગરમાં કરશે નૌસૈન્ય અભ્યાસ
- દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ
દિલ્હી : ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગરના ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેશે, જે બંને નૌસેના વચ્ચે વધતા પરિચાલન સહયોગને ચિહ્નિત કરશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત અમેરિકી સીએસજી સાથેના અભ્યાસ દરમિયાન તે ત્યાંની નૌસેના સાથેના સંચાલન સંબંધી કાર્યમાં પણ ભાગ લેશે.
એક વાહક યુદ્ધ સમૂહ અથવા વાહક હમલાવર સમૂહ એક વિશાલ નૌસેનિક બેડા છે.જેમાં એક વિમાન વાહક જહાજ સામેલ છે, આ સિવાય એક મોટી સંખ્યામાં વિનાશક, ફ્રિગેટ્ અને અન્ય જહાજોનો સમાવેશ પણ થાય છે
નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના જહાજો કોચી અને તેગ તેમજ P8 આઈ મેરીટાઇમ સર્વેલન્સ વિમાનનો કાફલો અને મિગ -29 કે જેટ આ અભ્યાસમાં ભાગ લેશે.
ભારતીય નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે, આ બે દિવસીય અભ્યાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.