1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય એરફોર્સની તાકાતમાં થશે વધારોઃ 24 સેકન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનનો સોદો
ભારતીય એરફોર્સની તાકાતમાં થશે વધારોઃ 24 સેકન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનનો સોદો

ભારતીય એરફોર્સની તાકાતમાં થશે વધારોઃ 24 સેકન્ડ હેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનનો સોદો

0
Social Share
  • યુદ્ધ વિમાન માટે રૂ. 233.67 કરોડનો કરાર
  • 8 યુદ્ધ વિમાન ઉડવાની સ્થિતિમાં
  • આ યુદ્ધ વિમાન જલ્દી આવશે ભારત

દિલ્હીઃ ભારતીય વાયુ સેનાને યુદ્ધ વિમાનોમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરનારા મિરાજ 2000 યુદ્ધ વિમાન સામેલ થશે. 24 સેકન્ડ બેન્ડ મિરાજ 2000 યુદ્ધ વિમાનોનો સોદો કરવામાં આવ્યો છે. આ વિમાનો પણ ડસોલ્ડ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યાં છે. જેને ભારત માટે રાફેલ યુદ્ધ વિમાન બનાવ્યાં હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આઈએએફએ યુદ્ધ વિમાન ખરીદવા માટે 27 મિલિયન યુરો એટલે કે રૂ. 233.67 કરોડના કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ 24 વિમાનો પૈકી 8 ઉડવાની સ્થિતિમાં છે. વિમાન સોદામાં એક યુદ્ધ વિમાનની કિંમત રૂ. 9.73 કરોડ જેટલી છે. આ વિમાન જલ્દી ભારતમાં મોકલવામાં આવશે.

2019માં બાલાકોટ ઓપરેશનને સફળતા પૂર્વક અંજામ સુધી પહોંચનારા આઈએએફ ને 35 વર્ષ જુના યુદ્ધ વિમાન મિરાજને અપડેટ કરવામાં આવી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર 300 મહત્વપૂર્ણ સ્પેરપાર્ટસની તાત્કાલિક જરૂરિયાત છે. ફ્રાંસમાં આ વિમાન પ્રચલનમાંથી બહાર થઈ રહ્યાં છે. એટલે આ વિમાનોના સોદાથી ભારતીય એરફોર્સને યુદ્ધ વિમાનોને વધારે મજબુતી મળશે. 24 પૈકી 13ના એન્જિન અને એરફ્રેમ સારી સ્થિતિમાં . જેમાં આઠ સર્વિસિંગ બાદ ઉડાન ભરવા માટે તૈયાર થઈ જશે. 11 યુદ્ધ વિમાન ફ્યુઅલ ટેન્ક અને ઈજેક્શન સીટો સાથે આંશિક રૂપે તૈયાર છે. જેનો ઉપયોગ ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોના બે હાલના સ્ક્કાડ્રેનોને મોડિફિકેશન માટે ઉપયોગ કરાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code