
ભારતીય વાયુસેના ઈજિપ્તના ‘બ્રાઈટ સ્ટાર’ કવાયતમાં દેખાડશે પોતાની તાકાત -27 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુઘી ચાલશે આ કવાયત
ભારતીય વાયુસેના સતત મજબૂત બની રહી છે ત્યારે હવે ભારતીય સેના ઈજિપ્તમાં પણ પોતાની કવાયત દેખાડવા તૈયાર છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના ઇજિપ્તમાં પોતાની યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કરશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ભારતીય વાયુસેના ઇજિપ્તની વાયુસેના સાથે BRIGHT STAR-23 ટ્રાઇ-સર્વિસ કવાયતમાં ભાગ લેવા જઈ રહી છે. આ કવાયત 27 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર 2023 દરમિયાન ઈજિપ્તમાં કૈરો એરબેઝ પર આયોજિત કરવામાં આવી રહી છે.
તાજેતરમાં ભારતીય વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને બંને દેશોના વાયુસેના પ્રમુખોની ઇજિપ્તની મુલાકાતોથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. બંને દેશોએ તેમના સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત કવાયત સાથે તેમની સંયુક્ત તાલીમમાં પણ વધારો કર્યો
ભારતીય સેના પ્રથમ વખત ત્રિ-સેવા કવાયત બ્રાઈટ સ્ટાર-23માં ભાગ લઈ રહી છે. જેમાં ભારત અને ઈજીપ્તની સાથે અમેરિકા, સાઉદી અરેબિયા, ગ્રીસ અને કતારની વાયુસેના પણ ભાગ લઈ રહી છે.
આ ,સહીત આ માટે ભારતીય વાયુસેનાની એક ટીમ રવિવારે ઇજિપ્ત જવા રવાના થઇ ચૂકી હતી. ભારતીય વાયુસેનાના પાંચ મિગ-29 ફાઈટર એરક્રાફ્ટ, છ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને તેના સ્પેશિયલ ફોર્સના જવાનોનું એક જૂથ આ 21 દિવસીય કવાયતમાં ભાગ લઈ રહ્યું છે.
ભારતીય વાયુસેનાની ટુકડીમાં પાંચ મિગ-29, બે IL-78, બે C-130 અને બે C-17 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોની સાથે નંબર 28, 77, 78 અને 81 સ્ક્વોડ્રનના જવાનો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય વાયુસેના પરિવહન વિમાન પણ લગભગ 150 ભારતીય સેનાના કર્મચારીઓને એરલિફ્ટ