
ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર “એક બેઠક થશે. તે ક્યારે થશે તે હું અત્યારે કહી શકતો નથી. પરંતુ રોહિત અને રાહુલને બાંગ્લાદેશ જતા પહેલા બીસીસીઆઈના સભ્યો મળવા માંગે છે. આમાં સમીક્ષા કરવા માટે કંઈ હશે નહીં. અમે આગામી વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યા છીએ. રોહિત અને રાહુલ બંને સારી રીતે જાણે છે કે કયા ફેરફારોની જરૂર છે. તેણે કહ્યું, “જ્યાં સુધી સ્પ્લિટ કેપ્ટનશીપ અને કોચનો સંબંધ છે, એકવાર અમે મળીશું, અમે વિચારણા કરીશું.”
ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસની શરૂઆત પ્રથમ વનડે શ્રેણીથી થઈ રહી છે. બંને દેશો વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે.