1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌસેનાએ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ના એન્ટી-શિપ વર્ઝન કર્યું સફળ પરિક્ષણ- ટ્વિટ કરીને આપી જાણકારી
ભારતીય નૌસેનાએ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ના એન્ટી-શિપ વર્ઝન કર્યું સફળ પરિક્ષણ- ટ્વિટ કરીને આપી જાણકારી

ભારતીય નૌસેનાએ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ના એન્ટી-શિપ વર્ઝન કર્યું સફળ પરિક્ષણ- ટ્વિટ કરીને આપી જાણકારી

0
Social Share
  • ભારતીય નૌસેનાએ ‘બ્રહ્મોસ’નું કર્યું સફળ પરિક્ષણ
  • નૌસેનાની તાકાત થશે બમણી

દિલ્હીઃ- ભારતની ત્રણેય સેનાઓ મજબૂત બની રહી છે,દેશની કેન્દ્રની સરકાર સતત પ્ર.ત્નો કરી રહી છે કે દેશની સેનાઓ વધુ મજબૂત બને ,ત્યારે હવે ભારતીય નૌસેનાએ વધુ એક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આંદામાન નિકોબાર કમાન્ડે સંયુક્ત રીતે ‘સુપરસોનિક ક્રૂઝ’ મિસાઈલ બ્રહ્મોસના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ કર્યું છે. આંદામાન અને નિકોબાર કમાન્ડ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં આ માહિતી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે આ પરિક્ષણ બુધવારના રોજ કરાયું હતું . ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેનાએ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. 

આ સાથે જ કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું હતું કે”#IndianNavy અને #ANCએ 27મી એપ્રિલે A&N ટાપુઓમાં #BrahMos ના #AntiShip સંસ્કરણ દ્વારા સમુદ્રમાં લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરીને #CombatReadness પુનઃપ્રદર્શિત કર્યું.ઉલ્લેખનીય છે કે આંદામાન અને નિકોબાર કમાન્ડ ભારતીય સશસ્ત્ર દળો તે એકમાત્ર ત્રિ-સેવા કમાન્ડ છે. 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code