
- યુએનજીએમાં જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન મચાવશે કાગારોળ
- જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવી વૈશ્વિક સમુદાયનું ધ્યાન ખેંચવાનો કારસો

- સીમા અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોનો જમાવડો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર વૈશ્વિક સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર હિંસા વધારવાની કોશિશમાં લાગેલુ છે. ભારતીય અધિકારીઓનું કહેવુંછે કે આમ કરીને તે યુએનજીએનું ધ્યાન રાજ્ય તરફ ખેંચવા ચાહે છે.
ટીઓઆઈના અહેવાલ પ્રમાણે, ગુપ્તચર જાણકારીઓને ટાંકીને સુરક્ષા અધિકારીએ કહ્યુ, આતંકવાદી ઘૂસણખોરી અને સીમા પારથી ગોળીબાર આગામી દિવસોમાં વધે તેવી શક્યતા છે. આના દ્વારા પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 સમાપ્ત કર્યા બાદની મુશ્કેલીની તસવીર રજૂ કરવા ચાહે છે. સીમાની સાથે અંદરના વિસ્તારોમાં સુરક્ષાદળોને સતર્ક કરી દેવામાં આવ્યા છે, જેથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના મનસૂબા નાકા કરી શકાય.
યુએનજીએની બેઠક 17 સપ્ટેમ્બરે શરૂ થવાની છે. ગુપ્તચર જાણકારી પ્રમાણે, પાકિસ્તાનને લાગે છે કે તેમની પાસે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો આ યોગ્ય સમય હશે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ વૈશ્વિક શક્તિઓનું સંપર્ક કરી રહ્યું છે. પરંતુ ચીન સિવાય કોઈએ તેનું સમર્થન કર્યું નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાન્ય સલાહ જાહેર કરી છે કે તેઓ સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષાની નક્કર વ્યવસ્થા કરે. યુએનજીએની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાગ લેવાના છે.
તાજેતરમાં 15 કોરના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ જે. એસ. ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિક મહાનિદેશક મુનીર ખાને પાકિસ્તાન પર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહીત કરીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનો મામલો જાહેર કર્યો હતો. તેની સાથે ઝડપાયેલા બે પાકિસ્તાની નાગરિકો લશ્કરે તૈયબાના આતંકવાદી હોવાનું જણાવીને સીમા પર ઘૂસણખોરી થઈ રહી હોવાના પાકિસ્તાની કારસાનો પણ ખુલાસો કર્યો હતો.