
- મૂળ ભારતીય અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ બન્યા
- જોબાઈડને તેમને શુભેચ્છાઓ પાઠવી
દિલ્હીઃ- ભારતીય અમેરિકન અને માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ એવા અજય બંગાને વિતેલા દિવસને બુધવલારના રોજ વિશ્વ બેંકના 14મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 2જી જુનથી શરુ થશે જે આગામી પાંચ વર્ષ સુધી ચાલશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 25-સભ્ય એક્ઝિક્યુટિવ બોર્ડે 2011માં શેરધારકો દ્વારા સંમત થયેલી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આ પદ માટે બંગાને સમર્થન આપવામાં આવ્યું અને તેઓને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જો અજય બંગા કે જેઓ મૂળ તો ભારતીય છે તેમના વિશે વાત કરીએ તો તેઓને વર્ષ 2016 માં પદ્મશ્રી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર હતો. ફેબ્રુઆરીના અંતમાં યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા તેમને આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.ત્યારે ફાઈનલી હવે તેમના નામ પર મ્હોર લાગીને આ પદ તેમને સોંપવામાં આવ્યું છે.
વિશ્વ બેંકના 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે અજય બંગાને પાંચ વર્ષની મુદત માટે તેના પ્રમુખ તરીકે ચૂંટ્યા. ભારતમાં જન્મેલા નાણા અને વિકાસ નિષ્ણાત અજય બંગાને વિશ્વ બેંકમાં પરિવર્તન લાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.તેઓ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ના બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની અધ્યક્ષતા પણ કરતા જોવા મળશે. તેઓ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન અને અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય બોર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હોદ્દેદાર અધ્યક્ષ પણ બની રહેશે.
કો1મ છે અજયબંગા જાણો તેના વિશે
અજય બંગાનો જન્મ ભારતમાં જ થયો હતોઅને તેમની શરૂઆતની કારકિર્દી ત્યાં વિતાવી હતી, તેઓ 2007 થી યુએસ નાગરિક ગણાય છે. તેમણે તાજેતરમાં જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન તરીકે પણ સેવા આપી હતી, જો તેમના કાર્યો વિશએ વિગતવાર વાત કરીએ તો અજય બંગા નાણા અને વિકાસ નિષ્ણાત છે અને 2020-2022 સુધી ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સના માનદ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ સહીત ડોનાલ્ટ્રડ મ્પ વહીવટીતંત્ર દરમિયાન અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ યુએસ ટ્રેઝરી અધિકારી, વિશ્વ બેંકના વિદાય લેતા વડા ડેવિડ માલપાસને બદલવા માટે તેઓ એકમાત્ર દાવેદાર છે.