1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય રેલવેઃ દેશમાં દર વર્ષે ટ્રેનની અડફેટે અંદાજે 100 જેટલા ગેંગમેનનું મૃત્યુ થાય છે
ભારતીય રેલવેઃ દેશમાં દર વર્ષે ટ્રેનની અડફેટે અંદાજે 100 જેટલા ગેંગમેનનું મૃત્યુ થાય છે

ભારતીય રેલવેઃ દેશમાં દર વર્ષે ટ્રેનની અડફેટે અંદાજે 100 જેટલા ગેંગમેનનું મૃત્યુ થાય છે

0
Social Share

દિલ્હીઃ દેશની લાઈફ લાઈન મનાતી રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરે છે. જો કે, રેલવેમાં સુરક્ષિત મુસાફરી માટે ટ્રેકનું સમાર કામ કરતા ગેંગમેનની મહત્વની જવાબદારી છે. પરંતુ દુર્ભાગ્યવશ આધુનિક ટેકનોલોજીના જમાનમાં પણ તેમની પાસે આધુનિક ગેજેટ નહીં હોવાથી અવાર-નવાર અકસ્માતનો ભોગ બને છે. એક અંદાજ અનુસાર દર વર્ષે લગભગ 100 જેટલા ગેંગમેન ટ્રેનની અડફેટેમાં આવીને મોતને ભેટતા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઝડપી પરિવહન માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરી છે. ભારતી રેલવેમાં ગેંગમેનને ટ્રેનની સુરક્ષાની કરોડરજજુ માનવામાં આવે છે. ગેંગમેનનો જીવ બચાવવા માટે 2016માં સંસદમાં તેમને સુરક્ષા સાધનો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રેલ્વે પાસે પૈસા ન હોવાને કારણે પાંચ વર્ષમાં માત્ર 20 ટકા ગેંગમેનને ઉપરોક્ત સુરક્ષા સાધનો આપી શકાયા હતા.

રેલ્વે મંત્રાલયના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2016-17 થી 2021 સુધી રેલ્વે ટ્રેકના સમારકામ-નિરીક્ષણ કાર્ય દરમ્યાન 451 ગેંગમેનનું ટ્રેનની અડફેટે મૃત્યુ થયુ છે. એટલે કે ટ્રેનોના સુરક્ષિત સંચાલનમાં દર વર્ષે સરેરાશ 100 ગેંગમેન પાટા પર મૃત્યુ પામે છે. જો કે રેલ યુનિયનનો દાવો છે કે દર વર્ષે સરેરાશ 250 થી 300 ગેંગમેન અકસ્માતોનો ભોગ બને છે. રેલ્વેની તમામ ટુંકી લાઈનો પર પેસેન્જર ટ્રેનો 120 થી 200 ટકા ક્ષમતા પર ચાલે છે તેથી ટ્રેકના સમારકામ અને જાળવણી માટે ગેંગમેનને બ્લોક મળતા નથી. મોટાભાગના અકસ્માતો ડબલ લાઈન અથવા ટ્રીપલ લાઈન વિભાગમાં થાય છે. જયારે ટ્રેન નજીક આવે છે ત્યારે તેઓ બીજા ટ્રેક પર જાય છે, તેવા સમયે જ તેઓ અકસ્માતનો ભોગ બનતા હોવાનું જાણવા મળે છે.

નિષ્ણાંતોનું મતે, એક ઉપકરણની કિંમત લગભગ 80000 રૂપિયા છે. તમામ ગેંગમેન ઉપકરણો આપવા માટે રેલ્વે દ્વારા 240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પૈસાની અછતને રેલ્વેને ઉપકરણ ખરીદવામાં લાંબો સમય લાગે તેવી શકયતા છે. પુર્વ રેલમંત્રી સુરેશ પ્રભુએ 2016-17માં રેલબજેટ ભાષણમાં ગેંગમેનને રક્ષક નામની મોર્ડન ડિવાઈસ આપવાની જાહેરાત કરી હતી. કમરમાં પહેરેલ આ ઉપકરણ 400-500 મીટરના અંતરે ટ્રેનની નજીક આવતી બીપ સાથે ગેંગમેનને એલર્ટ કરશે. ધુમ્મસ, વરસાદ અને શિયાળાના ખરાબ હવામાનના ટ્રેન દેખાતી ન હોય તો આ ઉપકરણ ગેંગમેનનો જીવ બચી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code