1. Home
  2. ગુજરાતી
  3. ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા
ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા

ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા

0
Social Share

મુંબઈઃ ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે. ભારતના કલાકારોને 66 ગ્રેમી અવૉર્ડ સમારોહમાં 5 અવૉર્ડ મળ્યા છે . ગાયક કલાકાર શંકર મહાદેવન અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને બેન્ડ ‘શક્તિ’ આલ્બમ ‘ધીસ મૂમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો અવૉર્ડ મળ્યો છે. આ આલબમમાં 8 ગીતો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન , જ્હોન મેક્લોનિન, ઝાકિર હુસૈન, વી.સેલ્વાગણેશ અને ગણેશ રાજગોપાલન જેવા કલાકારો છે. આ સિવાય વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ પોતાનો બીજો ગ્રેમી અવૉર્ડ જીત્યો છે.

ગ્રેમી અવૉર્ડ સંગીત માટે આપવામાં  આવતો  વિશ્વના સૌથી મોટો અવૉર્ડ છે. આ અવૉર્ડનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઈલી સાઈરસ અને લાના ડેલ રે ને પણ અવૉર્ડ  આપવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code