ચીની સૈનિકોને ભારતીય જવાનોએ તેમની ભાષામાં જ જવાબ આપ્યોઃ રાજનાથસિંહ
નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીન અને ભારતીય જવાનો વચ્ચે થયેલી અથડામણ મામલે લોકસભામાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. દરમિયાન રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, તવાંગ ક્ષેત્રમાં એલ.ઓ.સી. પર અતિક્રમણ કરીને ચીની સૈનિકો દ્વારા એકતરફી બદલાવનો પ્રયાસ કર્યો હતો. ચીનના સૈનિકોના આ પ્રયાસનો ભારતીય જવાનોએ કડક હાથે જવાબ આપ્યો હતો.
તવાંગમાં ચીની ભારતીય સેનાની ઝડપ મામલે રક્ષા મંત્રી રાજનાથસિંહએ નિવેદન આપતા કહ્યું કે આપણા જવાનમાંથી એકપણ જવાનનું મૃત્યુ થયું નથી કે કોઈને પણ જવાનને ગંભીર ઈજા પહોચી નથી. તવાંગ ક્ષેત્રમાં એલ.ઓ.સી. પર અતિક્રમણ કરીને ચીની સૈનિકો દ્વારા એકતરફી બદલાવનો પ્રયાસ કર્યો હતો. ચીનના સૈનિકોના આ પ્રયાસનો ભારતીય જવાનોએ કડક હાથે જવાબ આપ્યો હતો. આ બનાવમાં અથડામણ થઇ હતી.જેમા બન્ને બાજુ સેનિકોને ઇજા પણ થઇ છે.
ભારતીય સેનાએ આપણા વિસ્તારમા અતિક્રમણ રોકી ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પરત ફરવા મજબુર કર્યા હતા. 11 ડિસેમ્બરે લોકલ કમાન્ડરે ચીનના સમકક્ષ સાથે એક ફ્લેગ મિટીંગ કરી હતી અને હાલમા મામલો થાળે પડી ગયો છે. અગાઉ વિપક્ષે પ્રશ્નોત્તરી દરમિયાન તવાંગના મુદે ચર્ચા કરવાની માંગ કરી ગૃહમાં વિક્ષેપ શરૂ કર્યો હતો, અતિશય ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષે ચર્ચાની મંજૂરી નહી આપતા વિપક્ષના સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો હતો. જેથી અધ્યક્ષે લોકસભા 12 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. રાજ્યસભામાં પણ કોંગ્રેસ- વિપક્ષના સભ્યોએ તવાંગના મુદે ચર્ચા કરાવવા માંગ કરી રહ્યાં હતાં.


