
બજેટ પૂર્વે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી
નવી દિલ્હીઃ 23 જુલાઈએ રજૂ થનારા બજેટ પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. બજેટ પહેલા ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 102.57 પોઈન્ટના ઘટાડા સાથે 80,502 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 21.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,509.25 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, આઈટી, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1.24 ટકાના ઉછાળા સાથે 56,604 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.96 ટકાના વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા.
આજના ટ્રેડિંગમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 448.38 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 446.38 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. મતલબ કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.