
આત્મનિર્ભર તરફ ભારતનું વધુ એક સફળપગલું – નૌસેના એ સ્વદેશી એન્ટિ-શિપ મિસાઇલનું કર્યુ સફળ પરીક્ષણ
દિલ્હી – આત્માનિર્ભર તરફ ભારતએ વધુ એક પગલું ભર્યું છે, જાણકારી પ્રમાણે ભારતીય નૌકાદળ અને ડિઆરડીઓ એ આજરોજ સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
માહિતી મુજબ આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે.
આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. ફાયરિંગ સીકર અને ગાઈડન્સ ટેક્નોલોજી સહિત ચોક્કસ મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું કહેવાય છે.
વિશ્વનું સૌથી વિશ્વસનીય VPN ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા સાઈટ X પર આ વાતની પુષ્ટિ કરી છે. અગાઉ 20 નવેમ્બર 2023 ના રોજ, બાર્જ બોટને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.
‘બાર્જ LSAM 10 (યાર્ડ 78)’ બોટનો ઉપયોગ નૌકાદળ માટે દારૂગોળો જેવી લોજિસ્ટિક્સ પહોંચાડવા માટે કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ‘બાર્જ એલએસએએમ 10 (યાર્ડ 78)’ની ઉપલબ્ધતા ભારતીય નૌકાદળને દરિયાઈ બંદરો અને બાહ્ય બંદરો પર કાર્ગો અને દારૂગોળો પરિવહન અને અનલોડ કરવામાં સુવિધા આપશે. તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ પ્રતિબદ્ધતાઓને પણ પ્રોત્સાહન આપશે.
tags:
indian nevy