
ભારતની કોવિડ -19 સ્થિતિ ખુબ જ ચિંતાજનક: WHO પ્રમુખ
- ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક
- પ્રથમ વર્ષ કરતા બીજું વર્ષ વધુ ધાતક
- કોરોનાનું સંક્રમણ રોકવા ભારતની મદદે
દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયિયસે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની કોવિડ -19 સ્થિતિ ચિંતાજનક છે. જ્યાં ઘણા રાજ્યોમાં સંખ્યાબંધ સંક્રમણના કેસ નોંધાય રહ્યા છે,લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મોત નિપજી રહ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, મહામારીનું બીજું વર્ષ દુનિયા માટે પ્રથમ વર્ષ કરતા વધુ જીવલેણ હશે.
ઘેબ્રેયિયસે કહ્યું હતું કે, ડબ્લ્યુએચઓ કોવિડ -19 ના વધતા જતા કેસોને અટકાવવા ભારતની મદદ કરી રહ્યું છે અને હજારોની સંખ્યામાં ઓક્સિજન સાંદ્રકો, અસ્થાયી અને હોસ્પિટલો માટે ટેન્ટ,માસ્ક અને અન્ય તબીબી પુરવઠો પુરા પાડે છે. તેમણે કહ્યું કે, અમે તમામ ભાગીદારોનો આભાર માનીએ છીએ, જે ભારતની મદદ કરી રહ્યું છે.
દેશમાં એક દિવસમાં ૩,43,144 લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થયા પછી કોવિડ -19 ના કેસ વધીને 2,40,46,809 કેસ નોંધાયા છે. જ્યારે 4,૦૦૦ લોકોના મૃત્યુ થયા બાદ મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને 2,62,317 થઇ છે.