
ભારતનો બીજા એપલ સ્ટોરનું આવતી કાલે રાજધાની દિલ્હીમાં કરાશે ઉદ્ઘાટન
- દિલ્હીમાં ખુલશે બીજો એપલ સ્ટોર
- આવતી કાલે કરવામાં આવશે ઉદ્ધાટન
દિલ્હીઃ- ભારત દેશમાં વિતેલા દિવસના રોજ પ્રથમ એપલ શોનું ઉઘ્ટાન કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશમાં બીજા એપલ સ્ટોરને ઓપન કરવાની કતાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એપલના સીઈઓ ટિમ કુકે ગ મુંબઈમાં દેશના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતુ. ભારતના બીજા એપલ સ્ટોરનું આવતીકાલે દિલ્હીના સાકેતમાં ઉદ્ઘાટન થશે.
એપલ સ્ટોરના ઉદઘાટનને લઈને કંપની અને ગ્રાહકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આવતીકાલે સવારે 10 વાગ્યે એપલ સ્ટોર સાકેતના દરવાજા દરેક ગ્રાહકોમાટે ખોલશે આ સાથએ જ ગ્રાહકોના ઈંતઝારનો પણ અંત આવશે.
દિલ્હી ખઆતે ઓપન થનારા આ સ્ટોરની જો વાત કરીએ તો તે દિલ્હી-એનસીઆરમાં ઓપન થવા જઈ રહ્યું છે, આ સ્ટોર સિલેક્ટ સિટીવોક મોલ, સાકેત, દિલ્હીમાં સ્થિત છે. એપલ સ્ટોર સાકેત 10,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલો સ્ટોર છે.
અહી મુંબઈના કર્જ પર જ સ્ટોરનું નિર્માણ કરવામાં આવ્યું છે અહી પણ લોકોમાં એપલ સ્ટોરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ દિલ્હીના ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે. તે જ સમયે, બેરિકેડ પર QR કોડ મૂકવામાં આવ્યા છે. જો તમે તેમને સ્કેન કરશો, તો તમને સ્ટોર અપડેટ્સ અને ઉત્પાદનો વિશેની માહિતી પ્રદાન થાય છે.આ કોડ દ્વારા તમે Apple Saket ના વોલપેપર્સ પણ ડાઉનલોડ કરી શકો છો.આ સિવાય સ્ટોરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા લાયક આકર્ષમનું કેન્દ્ર બને છે. અત્યાર સુધી આવો નજારો વિદેશમાં હાજર એપલ સ્ટોર્સમાં જ જોવા મળતો હતો.હવે આ પ્રકારના 2 એપ સ્ટોર ભારતમાં બની ચૂક્યા છે