ભારતની તાકાત થશે બમણીઃ આ વર્ષે દેશને મળી શકે છે રશિયાની એસ-400 રક્ષા સિસ્ટમ
- ભારતની તાકાત માં થશે વધારો
 - દેશને મળી શકે છે રશિયાની એસ-400 રક્ષા સિસ્ટમ
 
દિલ્હીઃ- ભારત ત્રણેય સેનાના મોર્ચે વધુ મજબૂત બનતી જાય છે, છેલ્લા ઘણા વખતથી અવનવી ટેકનીક અને શસ્ત્રોથી ભારતની તાકાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે,ત્યારે હવે વર્ષ 2023 સુધીમાં ભારતને પ્રથમ રશિયન બિલ્ટ ક્રિવાક ક્લાસ યુદ્ધ જહાજ મળી શકે છે
આ મામલે યુનાઇટેડ શિપબિલ્ડીંગ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલેક્સી રખમાનોવે સોમવારે આ ખાતરી આપી હતી. આ સિવાય ભારતને આ વર્ષના અંત સુધીમાં રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S-400 પણ મળે તેવી અપેક્ષા છે.
મોસ્કોમાં આયોજિત ‘આર્મી -2021’ ને સંબોધતા રખમાનોવે કહ્યું, હતું કે ‘કોરોના સંકટને કારણે, ક્રિવાક વર્ગના જહાજના નિર્માણમાં કેટલીક અડચણો આવી હતી. આ પ્રોજેક્ટ લગભગ આઠ મહિના પાછળ ચાલી રહ્યો છે. બેમાંથી એક જહાજ 2023 ના મધ્ય સુધીમાં ભારતને સોંપવામાં આવશે.
રશિયન અધિકારીએ કહ્યું કે યાનતાર પોર્ટ પર જહાજના નિર્માણમાં યોગદાન આપવા માટે ભારતીય ટેકનિશિયનને પણ આમંત્રિત કરવામાં આવશે. આ ગોવા શિપયાર્ડ લિમિટેડમાં બે ક્રિવાક વર્ગ યુદ્ધ જહાજોના નિર્માણની ભાવિ યોજનાને સાકાર કરવામાં મદદરુપ થશે
રખમનોવે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે ભારતીય ટેકનિશિયન જહાજનું નિર્માણ થતું જુએ, જેથી તેઓ તેની ટેકનોલોજીથી સારી રીતે વાકેફ થઈ શકે. આ બીજા તબક્કા હેઠળ ગોવા શિપયાર્ડમાં જહાજનું નિર્માણ સરળ બનાવશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

