AAPમાં આંતરિક બળવો: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવ્યા બાદ વીડિયો વોર તેજ
નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: રાજ્યસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપનેતા પદેથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પક્ષના વિરોધીઓને આકરો જવાબ આપતા કહ્યું કે, “પંજાબ મારા માટે માત્ર ચર્ચાનો વિષય નથી, તે મારો આત્મા છે.”
રાઘવ ચઢ્ઢાએ એક્સ પર સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવતો એક વીડિયો શેર કર્યો છે. તેમણે તે સાથીદારો પર નિશાન સાધ્યું જેમને એવું કહેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. ચઢ્ઢાએ લખ્યું, “આ તો માત્ર એક નાનું ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. પંજાબ મારું ઘર છે, મારી માટી છે અને મારું કર્તવ્ય છે.”
To my colleagues in AAP who were forced to issue videos saying that “Raghav Chadha failed to raise Punjab’s issues in Parliament”, here is a small trailer…Picture Abhi Baaki Hai.
Punjab isn’t a talking point for me. It is my home, my duty, my soil, my soul❤️ pic.twitter.com/qdTMHK4sqU
— Raghav Chadha (@raghav_chadha) April 5, 2026
પાર્ટી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવતા રાઘવ ચઢ્ઢાએ શનિવારે જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધ એક સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે આક્રમક રીતે કહ્યું કે: “હું સંસદમાં સામાન્ય માણસના મુદ્દા ઉઠાવવા જઉં છું, હંગામો કરવા કે માઈક તોડવા નહીં.” વિપક્ષના વોકઆઉટમાં ભાગ ન લેવાના આરોપોને તેમણે ‘સફેદ જૂઠ’ ગણાવ્યા અને ટીકાકારોને પડકાર ફેંક્યો કે તેઓ સીસીટીવી ફૂટેજ તપાસી લે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર ન કરવાના મુદ્દે ચઢ્ઢાએ સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટીના કોઈ પણ નેતાએ આ બાબતે તેમનો ઔપચારિક કે અનૌપચારિક સંપર્ક કર્યો નહોતો. તેમણે ઉમેર્યું કે તેમનું ધ્યાન હંમેશા જીએસટી, ઈન્કમ ટેક્સ, દિલ્હીનું પ્રદૂષણ, પંજાબનું જળ સંકટ, બેરોજગારી અને મોંઘવારી જેવા જનહિતના મુદ્દાઓ પર રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રીય રાજકારણની સાથે વૈશ્વિક સ્તરે પણ ચિંતાઓ વધી રહી છે. હોર્મુઝ સામુદ્રધુની બંધ થવાને કારણે ખાતર અને અનાજની અછત સર્જાઈ છે, જેના માટે સંયુક્ત રાષ્ટ્રએ વિશેષ ટીમ બનાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ ઉર્જા અને યુદ્ધના મુદ્દાઓને અલગ રીતે ઉકેલવા સૂચન કર્યું છે, જેથી વૈશ્વિક પુરવઠો ખોરવાય નહીં.


