
- ઉઝબેકિસ્તાનમાં અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ક્રેશ થયું
- સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ પાર કરી હતી
- હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે હવે અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું છે. મધ્ય એશિયાઇ દેશના રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી હતી. ઉઝબેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે કહ્યું હતું કે, સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ પાર કરી હતી. હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિવારે દક્ષિણી પ્રાંત સુરખોંડારિયોમાં થઇ છે. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે.
આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાનમાં રવિવારે જ તાલિબાને રાજધાની કાબૂલમાં પ્રવેશ કર્યો હતો અને અફઘાન સરકારે ઘૂંટણ ટેકવી દીધા અને પછી શાંતિથી સત્તા સોંપવાનો નિર્ણય લીધો હતો. તે પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઘણા નેતાઓ દેશ છોડી દીધો છે.
અશરફ ગની પહેલા તાજિકિસ્તાન પહોંચ્યા હતા પણ ત્યાં તેમનું વિમાન લેન્ડ થવાની પરવાનગી આપી નહતી. ત્યારબાદ હવે ઓમાનમાં છે. હવે એવી ચર્ચા છે કે અશરફ ગની અમેરિકા જઈ શકે છે.