
- પેરુંમાંથી 800 વર્ષ જૂનું મમી મળ્યું
- આ મમી જોઇને વૈજ્ઞાનિકોના હોંશ ઉડ્યા
- તે ઉપરાંત માટીની વસ્તુઓ પણ કબરમાંથી મળી
નવી દિલ્હી: પેરુના કિનારા પર ઓછામાં ઓછા 800 વર્ષ જૂનું એક મમી શોધવામાં આવ્યું છે. નિષ્ણાંતોની એક ટીમે આ મમી શોધી કાઢ્યું છે. લીમા શહેરના બહારના વિસ્તારમાં ભૂમિ નીચે બનેલા એક માળખામાં આ મમી મળ્યું આવ્યું હતું. મમીના અવશેષનું સંશોધન કરતા માલુમ પડ્યું હતું કે, તે એવી સંસ્કૃતિના હતા, જે દક્ષિણ અમેરિકન દેશના કિનારા અને પહાડોની વચ્ચે વિકસિત થઇ હતી.
આ કબરમાં સિરામિક, માટીની વસ્તુઓ, શાકભાજીઓના અવશેષો અને પત્થરોના ઓજાર પણ મળી આવ્યા હતા.
ઇન્કા સામ્રાજ્ય પહેલા અને બાદમાં વિકસિત સંસ્કૃતિઓના અસંખ્યા આર્કિયોલોજીકલ સ્થાનોનું પેરું ઘર માનવામાં આવે છે. 500 વર્ષ પહેલાં દક્ષિણી ઇક્વાડોર અને કોલંબિયાથી લઇને મધ્ય ચિલી સુધી દક્ષિણ અમેરિકાના દક્ષિણના ભાગો પર ખાસ અસર હતી.
જો કે હજુ સુધી આ મમી મહિલા કે પુરુષનું છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી તેવું પુરાતત્વીય પીટર વાન ડેલન લૂનાએ કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મમીની ખાસિયતની વાત કરીએ તો આખા શરીરને દોરડા દ્વારા બાંધી દેવામાં આવ્યું હતું અને હાથથી ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો હતો. આ સ્થાનિક અંતિમ સંસ્કારનો નિયમનો એક ભાગ હતો. આ અવશેષ એવા વ્યક્તિના છે જે દેશના ઉચ્ચ અન્ડીયન ક્ષેત્રમાં રહેતો હતો.