
- અંતરિક્ષમાં એક મોટો ખતરો ટળ્યો હતો
- ગત રાત્રે પૃથ્વીની ખૂબ નજીકથી એસ્ટેરોઇડ પસાર થયો હતો
- ખગોળશાસ્ત્રી અનુસાર ધરતી પર તબાહી માટે એસ્ટેરોઇડની ઝડપ પૂરતી હતી
નવી દિલ્હી: અંતરિક્ષમાં ક્યારેક એવી અજબની ઘટના બનતી હોય છે કે જેનાથી લોકો અચંબામાં પડી જતા હોય છે. રવિવારે રાત્રે પણ એક એવી જ ખતરનાક ઘટના ઘટી હતી જે પૃથ્વી માટે એક મોટો ખતરો બની રહેત. જો કે ખતરો ટળી ગયો હતો. હકીકતમાં ગત રાત્રે ધરતીની ખૂબ નજીકથી એક એસ્ટેરોઇડ પસાર થયો હતો. આ એસ્ટેરોઇડ જો ધરતી સાથે ટકરાતો તો મોટું નુકસાન થઇ શકતું હતું. આ એસ્ટેરોઇડ પૃથ્વીની નજીકીથી 34 કિમી પ્રતિ સેકન્ડની ઝડપથી પસાર થયો હતો. ખગોળશાસ્ત્રી અનુસાર ધરતી પર તબાહી માટે એસ્ટેરોઇડની ઝડપ પૂરતી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે રાત્રે આશરે 9 વાગ્યે એસ્ટેરોઇડ 2001 FO32 પૃથ્વીથી માત્ર 20 લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. ખગોળવિદો અનુસાર અંતરિક્ષને જોતા આ ઝડપ અને અંતર બહુ વધારે ન હતું.
નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એસ્ટ્રૉઇડ આટલી ઝડપથી નથી ફરતા. પરંતુ જે ગતિથી તે પૃથ્વી પાસેથી પસાર થયો તેને જોયા બાદ એવું કહી શકાય કે આટલી ઝડપ પાછળ તેની ધરી છે. તે જે ધરી પર ફરી રહ્યો છે તેનાથી તેને સૂર્યની વધારે તાકાત મળી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એસ્ટ્રૉઇડ 2001 FO32ને જ્યારે અમે જોયો તો માલુમ પડ્યુ કે તે ધરતી તરફ 39 ડિગ્રીએ નમેલો છે. જેના કારણે તે સૂર્યની નજીક પહોંચી રહ્યો હતો અને તેનાથી તેની ગતિ વધી રહી હતી.
ઇટાલીના સેસાનો સ્થિત વર્ચ્યુઅલ ટેલિસ્કોપના એસ્ટ્રોફિજિલિસ્ટ જિયાલુકા માસીએ કહ્યુ કે, જ્યારે તેમણે એસ્ટ્રૉઇડ 2001 FO32 ને પ્રથમ વખત જોયો ત્યારે તે અંતરિક્ષમાં ખૂબ જ ચમકીલી વસ્તુ લાગી રહ્યો હતો. તે ઝડપથી સૂર્ય તરફ જઈ રહ્યો હતો. એસ્ટ્રૉઇડ 2001 FO32ને સૂર્યની પ્રદક્ષિણામાં 810 દિવસનો સમય લાગે છે.
(સંકેત)