
ભારતના આ સંવેદનશીલ નિર્ણયથી ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસન થયા ભાવુક, પીએમ મોદીનો આભાર માન્યો
- દક્ષિણ આફ્રિકાને વેક્સિન સપ્લાય કરવાના ભારતના નિર્ણયથી કેવિન પીટરસન ભાવવિભોર
- ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને પીએમ મોદીનો આભાર માન્યો
- ભારતે ફરી એકવાર સંવેદના દેખાડી છે: કેવિન પીટરસન
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં તેની અસર વધી રહી છે ત્યારે આ વચ્ચે ભારતે માનવતા દર્શાવતા દક્ષિણ આફ્રિકાની મદદ કરવાની જાહેરાત કરી છે અને વેક્સિન આપવાની વાત કરી છે. ભારતના આ સંવેદનશીલ નિર્ણય પર ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન ભાવવિભોર થયા છે.
ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવિન પીટરસને ભારતના આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી છે અને પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. કેવિન પીટરસને ભાવવિભોર થતા કહ્યું કે, ભારતે ફરી એકવાર સંવેદનાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. સૌથી ઉત્તમ દેશ, જ્યાં ઉષ્માભર્યા હૃદયવાળા લોકો વસવાટ કરે છે. આભાર નરેન્દ્ર મોદી.
That caring spirit once again shown by India!
The most fabulous country with so many warm hearted people!
Thank you!
cc @narendramodi 🙏🏽 https://t.co/r05631jNBD— Kevin Pietersen🦏 (@KP24) November 29, 2021
ભારત સરકાર દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે જ્યાં આફ્રિકી દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરિએન્ટે દેખા દીધી છે ત્યારં મેડ ઇન ઇન્ડિયા વેક્સિન સપ્લાય કરવામાં આવશે. વેક્સિનની સપ્લાય દ્વિપક્ષીય સંબંધોના આધારે કે કોવેક્સના આધારે કરવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમનારા કેવિન પીટરસનનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. પીટરસન નિવૃત્તિ બાદ અનેકવાર ભારતની મુલાકાતે આવતા રહે છે. તે ઉપરાંત કેવિન પીટરસન અસમમાં Rhinos માટે પણ કાર્યરત છે.