1. Home
  2. ગુજરાતી
  3. યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત
યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત

યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત

0
Social Share
  • યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો
  • 3 ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો
  • અબુ ધાબી એરપોર્ટ પર આગ
  • 2 ભારતીય સહિત 3નાં મોત

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત માટે સોમવાર ભયાનક સાબિત થયો હતો. યમનના હુથી બળવાખોરોએ UAE પર મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ત્રણેય ઓઇલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગવાની જાણકારી મળી હતી. ઇરાન સમર્થિત બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં 2 ભારતીય સહિત કુલ 3નાં મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે.

સંયુક્ત આરબ અમીરાતના મુસાફામાં અને બીજે એરપોર્ટ ખાતે આગની ઘટના સામે આવી હતી. ડ્રોન હુમલાને કારણે આ થયું હોવાની આશંકા છે. એક ટ્વિટ એકાઉન્ટ અનુસાર હુથી આગામી કલાકોમાં સંયુક્ત આરબ અમીરાતમાં મોટી સૈન્ય કાર્યવાહી કરવાની પણ યોજના ધરાવે છે.

બંને જગ્યાએ આગને કાબૂમાં લેવામાં આવી છે (Fire Incidents in Adu Dhabi). આના કારણે હવાઈસેવાના ટ્રાફિકને પણ અસર થઈ ન હતી. તેમજ કોઈ મોટું નુકસાન થયું નથી. આગનું કારણ જાણવા માટે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, Houthi સાઉદી અરેબિયા પર ઘણી વખત આવા હુમલા કર્યા છે. પરંતુ હવે તે યુએઈને નિશાન બનાવી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code