1. Home
  2. ગુજરાતી
  3. આજે આકાશમાં નિહાળી શકશો સુંદર નજારો, જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન
આજે આકાશમાં નિહાળી શકશો સુંદર નજારો, જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન

આજે આકાશમાં નિહાળી શકશો સુંદર નજારો, જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન

0
Social Share
  • આ સપ્તાહે આકાશમાં સુંદર નજારો નિહાળી શકશો
  • આજે જોવા મળશે વર્ષનું છેલ્લું સુપરમૂન
  • આ બે ગ્રહોની ઝલક પણ જોવા મળશે

નવી દિલ્હી: આ સપ્તાહે આકાશમાં તમે એક સુંદર નજારો નિહાળી શકશો. આ વર્ષનું છેલ્લું સુપર મૂન 24 જૂને જોવા મળશે. Farmers Alamanac અનુસાર આને સ્ટ્રોબેરી મૂન નામ આપવામાં આવ્યું છે.

આ નામ પાછળનું કારણ એ છે કે આ સમયે ઉત્તર અમેરિકામાં સ્ટ્રોબેરી લણવાનો સમય ચાલી રહ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી NASA અનુસાર બુધવારથી જ સુપર મૂન નજર આવવા માંડશે, પરંતુ બીજા દિવસે એટલે કે 24 જૂન 2021ના ગુરુવારે વધુ ઊંચાઇ પર અને સુંદર રીતે જોવા મળશે.

આ સમયગાળા દરમ્યાન ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ઘણું નજીક હોય છે. જેથી સામાન્ય પૂર્ણ ચંદ્ર (પુનમ) કરતાં વધુ નજીક અને વધુ રોશની ફેંકતો દેખાય છે. આ સ્ટ્રોબેરી મૂન (Strawberry Supermoon)ને બીજા અન્ય નામો જેમ કે બ્લૂમિંગ મૂન, ગ્રીન કોર્ન મૂન, હોયર મૂન,બર્થ મૂન, હેચિંગ મૂન, હાનિ મૂન, અને મિડ મૂન પણ કહે છે. આ સમય દરમ્યાન વધુ લગ્નો થતાં હોવાથી ‘હની મૂન’ નામ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, સ્ટ્રોબેરી મૂન ગુરુવારે ગુલાબી રંગની જગ્યાએ સોનેરી રંગનો દેખાશે. આ સમય દરમિયાન ચંદ્રની સાથે શુક્ર અને મંગળ પણ આકાશમાં દેખાશે. વર્ષ 1930માં મેન ફાર્મર અલમેન કે ચંદ્રના નામ છાપવાનું શરૂ કર્યું હતું. આ મુજબ, એપ્રિલના પૂર્ણ ચંદ્રને પિંક મૂન કહેવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code