ગુજરાતી

US: નવા H-1B વિઝાના વેતન નિયમો વિરુદ્વ કોર્ટમાં પહોંચ્યા 17 સંગઠનો

  • H-1B વિઝા સાથે સંકળાયેલા વેતનને લગતા નિયમો વિરુદ્વ 17 સંગઠનોએ કર્યો કેસ
  • અહીંના શૈક્ષણિક અને વ્યવાસિયક એવા 17 સંગઠનો કેસ મારફતે કાયદાકીય જંગ લડશે
  • કેસમાં આરોપ છે કે નવા નિયમો આયોજન વગરના છે

વોશિંગ્ટન: ટ્રમ્પ સરકારની H-1B વિઝા પ્રત્યેની નીતિ પહેલેથી ચર્ચિત છે ત્યારે હવે અમેરિકામાં H-1B વિઝા સાથે સંકળાયેલા વેતનના નવા નિયમો વિરુદ્વ અહીંના શૈક્ષણિક અને વ્યવસાયિક એવા 17 સંગઠનોએ કાયદાકીય જંગ લડવાનો નિર્ણય કર્યો છે. તમામ સંગઠનોએ સંયુક્તપણે મળીને વેતન મુદ્દે હાલમાં જ લેવાયેલા નિર્ણયને લઇને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની વિરુદ્વ ડિસ્ટ્ર્રિક્ટ ઑફ કોલંબિયા કોર્ટમાં કેસ નોંધાવ્યો છે.

કોર્ટમાં નોંધાવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ નિયમ આયોજન વગરના, પાયાવિહોણા અને અનિયમિત રૂપે અમલમાં લેવામાં આવ્યા છે.

H-1B વિઝા એક બિન પ્રવાસી વિઝા છે, જે અમેરિકન કંપનીઓ આઇટી ક્ષેત્ર અને બીજી સ્કીલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીયાત વર્ગોને અમેરિકા લાવવા માટે આપવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ ભારતથી નોકરી માટે અમેરિતા જતા આઇટી પ્રોફેશનલ્સની મોટી સંખ્યા છે. નવા નિયમની સીધી અસર વેતન પર જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, આ મહિનાની શરુમાં લેબર ડિપાર્ટમેન્ટ એ H-1B Visa ધારકો અને બીજા વિદેશી લેબર પ્રોગ્રામ માટે વેતન સ્તર નક્કી કરવા માટે નવા નિયમને લાગૂ કર્યો હતો. જેની પર વ્હાઇટ હાઉસનુ કહેવુ હતું કે H-1B Visa ધારકોની ગુણવત્તામાં સુધારો લાવશે અને અમેરિકામાં એવી જ નોકરી કરી રહેલા કર્મચારીઓ માટે યોગ્ય વેતન નક્કી કરશે.

(સંકેત)

Related posts
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસે ચૂંટણીમાં દાવેદારી કરનારા પાસેથી બાંહ્યધરી લેવાની પ્રક્રિયા શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં…
EDUCATIONગુજરાતી

ગુજરાતમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચેક થશેઃ શિક્ષણ બોર્ડનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી મે મહિનામાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા યોજાય તેવી શકયતા છે. જીપીએસસી અને જીટીયુ બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા…
Regionalગુજરાતી

જો તમારી ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો જાણીલો આ નવો નિયમ - નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ

ટુ વ્હીલરમાં આ એસેસરી નથી તો  નહીં મળે તમને ડ્રાઈવિંગ લાયસન્સ ગુજરાત સરકારનો નવો નિયમ ડ્રાઈવિંગ ટેસ્ટમાં મિરર અને હેલ્મેટ પણ ફરજિયા…

Leave a Reply