1. Home
  2. ગુજરાતી
  3. ભારત-અમેરિકાની મિત્રતાથી નારાજ રશિયા હવે પાકિસ્તાનને શસ્ત્ર-સરંજામ વેચશે
ભારત-અમેરિકાની મિત્રતાથી નારાજ રશિયા હવે પાકિસ્તાનને શસ્ત્ર-સરંજામ વેચશે

ભારત-અમેરિકાની મિત્રતાથી નારાજ રશિયા હવે પાકિસ્તાનને શસ્ત્ર-સરંજામ વેચશે

0
Social Share

નવી દિલ્હી:  રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લોવરોવ પાકિસ્તાનની બે દિવસની મુલાકાતે આવ્યા છે. 9 વર્ષ બાદ કોઇ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી છે. આ મુલાકાતનો ઉદ્દેશ સંરક્ષણ સોદાઓ અને વેપાર સમજૂતિઓ કરવાનો છે. ભારત- અમેરિકાની વધતી મિત્રતા વચ્ચે રશિયા પાકિસ્તાનને શસ્ત્ર-સરંજામ વેચવા આતુર છે.

રશિયા-પાકિસ્તાનની મિત્રતા કજોડું હોવાનો સંકેત જોકે મુલાકાતની કલાકોમાં જ મળ્યો હતો. વિદેશ મંત્રી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા. રશિયન વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનને પાકિસ્તાનના વડા પ્રધાનને લશ્કરી વડા તરીકે રજૂ કરાયા હતા. આ ટ્વિટ કલાકો સુધી રહી હતી અને આખા જગતમાં હાંસીપાત્ર બની હતી.

રશિયા દાયકાઓથી ભારતનું મિત્ર રાષ્ટ્ર છે એટલે ભારતને વાંધો હોય એવા દેશોનો સામાન્ય રીતે શસ્ત્રો વેચતું નથી. શસ્ત્રો વેચે તો પણ સામાન્ય કે મામુલી હોય એવા જ વેચતું હોય છે. પરંતુ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાન સુધી ધક્કો ખાધો એ બન્ને દેશોની નિકટતા દર્શાવે છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની નજદીક સરક્યું છે. રશિયાએ એ પસંદ નથી જ.

રશિયાના વિદેશ મંત્રી પાકિસ્તાન ઉતર્યા ત્યારે પોતાની છત્રી પોતે જ પકડી રાખી હતી. પાકિસ્તાનના નવાબજાદા વિદેશ મંત્રી કુરેશીની છત્રી તેના સહાયકે પકડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા થઈ હતી.

રશિયાને અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો મજબૂત કરવો છે. તેમાં સાથ આપી શકે એવો દેશ પડોશી પાકિસ્તાન જ છે. અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરી રહ્યું છે. એ સ્થિતિનો લાભ લઈ રશિયા ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ જમાવવા ઈચ્છે છે. એક સમયે અફઘાનિસ્તાનમાં રશિયાનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનના સબંધો જગજાહેર છે. એ રીતે રશિયા સાથે પણ ચીનને સારાસારી છે. હવે જો પાકિસ્તાન સાથે રશિયાને સારા સંબંધો વિકસે તો પાકિસ્તાન-ચીન-રશિયાની નવી ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય બની શકે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code