1. Home
  2. ગુજરાતી
  3. કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ
કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ

0
Social Share
  • કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ
  • આ બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધી 13 લોકોનાં મોત, 30 ઘાયલ
  • ISIS-K આતંકી સંગઠને હુમલાને આપ્યો અંજામ

નવી દિલ્હી: અમેરિકન ગુપ્તચર એજન્સીએ અગાઉ જે રીતે ચેતવણી આપી હતી તેમ આજે અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ નજીક બે બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલા થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 30 લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘાયલોમાં અમેરિકાના 3 સૈનિકો પણ સામેલ છે.

જ્યાં બ્રિટનના સૈનિકો રોકાયા હતા, તે એરપોર્ટ પાસે બનેલી બરૂન હોટલ પાસે પહેલો બ્લાસ્ટ થયો હતો. બીજો બ્લાસ્ટ એરપોર્ટ પાસે થયો છે. પહેલા બ્લાસ્ટ બાદ ફ્રાંસે બીજા બ્લાસ્ટને લઇને એલર્ટ જાહેર કર્યું હતું. તેના થોડીવાર બાદ બીજો બ્લાસ્ટ થયો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં બ્લાસ્ટના લીધે અરજાક્તા અને અફરાતફરીનો માહોલ છે.

કાબૂલ એરપોર્ટ પર થયેલા શ્રેણીબદ્વ ધડાકા બાદ અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ના જવાની સૂચના આપી છે. દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે કે લોકો કાબૂલ એરપોર્ટ પાસે જતાં બચે.

અમેરિકાના મીડિયા અનુસાર આ આત્મઘાતી હુમલો હતો. આ હુમલાની સાથોસાથ જ Abbey Gate પાસે ગોળીઓ પણ ચલાવવામાં આવી છે. કાબૂલ એરપોર્ટની બહાર છેલ્લા એક સપ્તાહથી અફઘાન નાગરિકો દેશ છોડવા માટે ત્યાં બેઠા છે. પરંતુ વીઝા અને પાસપોર્ટ ના હોવાથી તેઓને એરપોર્ટની અંદર પ્રવેશ મળતો નથી.

ISISએ હુમલાની જવાબદારી સ્વીકારી

સૂત્રો અનુસાર આ આત્મઘઆતી હુમલાને ISIS-K આતંકી સંગઠને અંજામ આપ્યો છે. આ ઘટના બાદ નેધરલેંડે અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકોને નીકાળવા માટેની કાર્યવાહીની હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code