1. Home
  2. ગુજરાતી
  3. યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ
યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

0
Social Share
  • હવે કોવિશિલ્ડ લેનારા ભારતીયો યુરોપનો પ્રવાસ કરી શકશે
  • યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી
  • ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરાયો

નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીય યુરોપનો પ્રવાસ કરી શકશે. હકીકતમાં, યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી છે. જેમાં યુરોપિયન યુનિયનના 7 દેશો ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનીયા, ગ્રીસ, આઇસલેન્ડ, આયર્લેન્ડ અને સ્પેન સિવાય સ્વિત્ઝરલેન્ડ દ્વારા ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા લોકો હવે આ દેશમાં પ્રવેશ કરી શકશે.

અગાઉ ભારતે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને ગ્રીન પાસપોર્ટ યોજનામાં કોવિશિલ્ડ અને કોવેક્સિનને સામેલ કરવા માટે જણાવ્યું હતું. સરકારે ઇયુને આ બંને વેક્સિન સ્વીકારવા કહ્યું હતું તેમજ જો તેમ નહીં કરવામાં આવે તો યુરોપિયન યુનિયનના નાગરિકોના ભારતમાં પ્રવાસ સમયે ક્વોરેન્ટાઇન ફરજીયાત બનાવવામાં આવશે તેવું કહ્યું હતું.

ભારતે જૂથના 27 સભ્ય દેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિન અપાયેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા પર અલગથી વિચારમા કરવા વિનંતી કરી છે. ભારત યુરોપિયન સંઘના સભ્ય દેશોને કહ્યું છે કે તે પરસ્પર વિનિમય નીતિ અપનાવશે અને ગ્રીન પાસ ધરાવતા યુરોપિયન નાગરિકોને તેમના દેશમાં ફરજીયાત ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપશે. તેથી કોવિશિલ્ડ અને કોવેક્સિનને માન્યતા આપવાની તેમની વિનંતી સ્વીકારવી જોઇએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે ઇયુને કોવિન પોર્ટલ દ્વારા અપાયેલા રસીકરણનું પ્રમાણપત્ર સ્વીકારવાની વિનંતી કરી છે. ગુરુવારથી યુરોપિયન યુનિયનમાં ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર યોજના અથવા ‘ગ્રીન પાસ’ યોજના અમલમાં આવશે. આ અંતર્ગત કોવિડ -19 રોગચાળા દરમિયાન પ્રવાસની મંજૂરી આપવામાં આવશે.

આ માળખા હેઠળ જે લોકોને યુરોપિયન મેડિકલ એજન્સી (EMA) દ્વારા અધિકૃત રસીઓ મળી છે. તેઓને EUની અંદર મુસાફરી પ્રતિબંધોથી મુક્તિ મળશે. અલગ અલગ સભ્ય રાજ્યોને પણ રસી સ્વીકારવાની સ્વતંત્રતા છે જે રાષ્ટ્રીય સ્તરે અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અધિકૃત કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code