
ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે આવી ગઇ કોરોનાની વેક્સિન, ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી મંજૂરી
- કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર
- ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે
- 27 દેશોના યુરોપિય સંઘમાં ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી હતી
નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી નિર્મિત કોરોના વેક્સિનને 12-15 વર્ષના બાળકોને આપવા માટે મંજૂરી આપી છે. બ્રિટનના નિયામકે કહ્યું કે, ખૂબ ઊંડી સમીક્ષા બાદ તે જાણ્યું કે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે. અમેરિકી અને યુરોપિયન યૂનિયન તરફથી પણ ફાઇઝરની વેક્સિન માટે રિવ્યૂ કરવામાં આવ્યું હતું.
MHRAએ પોતાના નિવેદનમાં જાણ્યું કે, વેક્સિનથી થનારા ફાયદા તેની સાથે જોડાયેલા જોખમ કરતાં વધુ છે. આ પહેલા યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ ફાઇઝરની વેક્સિનને 12-15 વર્ષના બાળકોને આપવાની ભલામણ કરી હતી. આ નિર્ણય મહામારી દરમિયાન મહાદ્વીપમાં પ્રથમવાર બાળકોને રસી લગાવવાનો માર્ગ ખોલી રહ્યો છે.
#BREAKING UK regulator approves Pfizer vaccine for 12 to 15-year-olds pic.twitter.com/YcoZLxlEzT
— AFP News Agency (@AFP) June 4, 2021
27 દેશોના યુરોપિય સંઘમાં ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને લગાવવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
ઈએમએની બાળકોને રસી લગાવવાની મંજૂરી આપવાની ભલામણ અમેરિકામાં 2000થી વધુ કિશોરો પર થયેલા અભ્યાસ પર આધારિત છે. ટ્રાયલમાં રસી સુરક્ષિત અને અસરકારક જોવા મળી છે.