1. Home
  2. ગુજરાતી
  3. સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા
સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા

સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા

0
Social Share
  • ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી
  • તેઓને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા
  • નાસાના હબલ ટેલિસ્કોપથી કરાયું આ સંશોધન

નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓને પ્રથમવાર ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો છે.

અગાઉ થયેલા એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સૌરમંડળના સૌથી મોટા ચંદ્ર એવા ગેનીમેડમાં પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં પણ વધુ પાણી છે. જો કે, ત્યાં તાપમાન એટલું ઠંડું છે કે સપાટી પર પાણી થીજી જાય છે. ગેનીમેડનો સમુદ્ર સપાટીથી લગભગ 100 માઇલ નીચે હાજર છે.

જળ બાષ્પના આ પુરાવા શોધવા માટે ખગોળશાસ્ત્રીઓએ છેલ્લા બે દાયકાથી હબલ ડેટાની ફરીથી તપાસ કરી. 1998માં હબલની સ્પેસ ટેલિસ્કોપ ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (STIS)એ ગેનીમેડનું પહેલું અલ્ટ્રાવાયોલેટ ચિત્ર લીધું હતું. તસવીરમાં એવું બહાર આવ્યું છે કે, ગેનીમેડનું નબળું ચુંબકીય ક્ષેત્ર છે. ‘નાસા હબલ’ એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફોટો શેર કર્યો હતો અને ટેલિસ્કોપની શોધ વિશે માહિતી આપી હતી.

ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, ‘હબલને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીના વરાળ હોવાના પુરાવા મળ્યા છે. ખગોળશાસ્ત્રીઓએ હબલ ડેટાની મદદથી ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા મેળવ્યા છે. તે બરફથી ઢંકાયેલ વિશ્વ છે જેમાં પૃથ્વીના તમામ મહાસાગરો કરતાં વધુ પાણી હોઈ શકે છે. પરંતુ ગેનીમીડના સમુદ્રો 100 માઇલ-જાડા બર્ફીલા પોપડાના નીચે આવેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code