1. Home
  2. ગુજરાતી
  3. ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ
ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ

ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ

0
Social Share
  • ચીનની વધુ એક અવળચંડાઇ
  • અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને ભારતીય કિશોરનું કર્યું અપહરણ
  • અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદે કર્યો આ દાવો

નવી દિલ્હી: ભારત અને લદ્દાખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાજ ચીન માત્ર વાતચીતનું નાટક કરી રહ્યું છે અને પોતાના નાપાક હરકતોને વારંવાર દોહરાવી રહ્યું છે. એક આરોપ છે કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને એક ભારતીય કિશોરનું અપહરણ કર્યું છે.

ચીની સેના PLAએ રાજ્યના એક 17 વર્ષીય કિશોર Miram Taronનું અપહરણ કર્યું હોવાનો દાવો અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવે કર્યો છે. મંગળવારની આ ઘટના છે. ચીની સેનાએ લુંગતા જોર વિસ્તારમાંથી કિશોરનું અપહરણ કર્યું હોવાનો રિપોર્ટ છે.

અપહ્યત કિશોર અરુણાચલ પ્રદેશના ઝીડો ગામનો રહેવાસી હોવાનું સાંસદે કહ્યું હતું. આ ગામ રાજ્યના સિયાંગ જીલ્લામાં આવે છે. Miram Taron તેના મિત્ર સાથે ભારતની જ સરહદમાં રહેતો હતો. ત્યારે ચીની સેનાએ બંનેનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તેનો મિત્રો ભાગવમાં સફળ રહ્યો હતો જ્યારે મિરનું ચીની સેનાએ અપરહરણ કર્યું હતું.

લુંગતા જોર વિસ્તાર ભારતીય સીમાની લગભગ 4 કિમી અંદર છે. જ્યાં ચીનની સેનાએ વર્ષ 2018માં રસ્તો બનાવ્યો હતો. સાંસદે જણાવ્યું કે, ચીની સેનાની ચુંગલમાંથી આવેલા યુવકે સમ્રગ ઘટનાથી ભારતીય અધિકારીઓને અવગત કર્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code