
નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમાં રમાયેલી સીએસકે (ચેન્નાઈ સુપર કિંગ્સ) અને ડીસી (દિલ્હી કેપિટલ્સ) રમાયેલી મેચમાં દિલ્હીનો વિજ્ય થયો હતો પરંતુ દિલ્હીના કેપ્ટનની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીસીના કેપ્ટન પંતને સ્લો ઓવર રેટ મામલે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન ગીલને પણ સ્લો ઓવર રેટ મામલે રૂ. 12 લાખનો દંડ કરવામાં આવ્યો છે. દિલ્હી અને સીએસકેની મેચમાં એમએસ ધોનીને બેટીંગ કરતો જોઈને કરોડો પ્રશંસકો ખુશ થઈ ગયા હતા. ધોનીએ ચોગ્ગા અને સિક્સર ફટકારીને દિલ્હીની જીતને ફિક્કી કરી નાખી હતી.
ઋષભ પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સએ આઈપીએલ 2024ની પ્રથમ જીત ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાંસલ કરી છે. રવિવારે વિશાખાપટ્ટનના ડો.વાય.એસ.રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયનમાં રમાયેલી મેચમાં ચેન્નઈને 20 રનથી હરાવીને દિલ્હીની ટીમે જીત હાંસલ કરી હતી. પરંતુ કેપ્ટન પંતની મુશ્કેલીમાં વધારો થયો છે. સીએસકે સામેની મેચમાં સ્લો ઓવર રેટ મામલે કેપ્ટન પંતને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સને ઓછી ઓવર ગતિ આરોપ સંબંધિત આઈપીએલ આચાર સંહિતાનો પ્રથમ મામલો છે. જેને લઈને પંત ઉપર 12 લાખનો દંડ ફટકારવાં આવ્યો છે.
આઈપીએલ 2024માં આ દંડનો સામનો કરનારા પંત પ્રથમ કેપ્ટન નથી. આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલને પણ દંડ ફટકાવવામાં આવ્યો હતો. 26મી માર્ચના રોજ ગુજરાતે ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમી હતી. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગીલને સ્લો ઓપર રેટને પગલે દંડ ફટકારવામાં આવ્યો હતો. ગીલને પણ રૂ. 12 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.