1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IPL હરાજીની તારીખ થઈ જાહેર – ચેન્નઈમાં 18 ફ્રેબુઆરીએ ખેલાડીઓની બોલાશે બોલી
IPL હરાજીની તારીખ થઈ જાહેર – ચેન્નઈમાં 18 ફ્રેબુઆરીએ ખેલાડીઓની બોલાશે બોલી

IPL હરાજીની તારીખ થઈ જાહેર – ચેન્નઈમાં 18 ફ્રેબુઆરીએ ખેલાડીઓની બોલાશે બોલી

0
Social Share
  • આપીએલની લાગશે બોલી
  • આપીએલની બોલી માટેની તારીખ થઈ જાહેર

દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિ સાથે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેન્નઇમાં 18 ફેબ્રુઆરીએ પ્લેયર્સનું માર્કેટ જામશે, જે દિવસે ફ્રેન્ચાઇઝીઓ તેમના પ્રિય ખેલાડીઓ પર બોલી લગાવશે.

આઈપીએલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ બાબાતે આજરોજ બપોરે આ માહિતી આપવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓ કે જેની પાસે કોઈ ટીમનો કરાર નથી, તેઓ 4 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં હરાજીમાં ભાગ લેવા ઓનલાઇન અરજી કરી શકે છે.

કોરોના મહામારી વચ્ચે આઇપીએલની અગાઉની આવૃત્તિ કોરોના સપ્ટેમ્બર – નવેમ્બરમાં યુએઈના ખાલી પડેલા સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. મીડિયા રિપોર્ટપ્રમાણે, 14 મી સીઝન તેના નિર્ધારિત સમયપત્રક સાથે એપ્રિલ-મેમાં આયોજીત કરવામાં આવશે,સ

આઈપીએલ માટેનું સલ્થળ અને તારીખની જાહેરાત પછીથી બીસીસીઆઈ દ્વારા રજુ કરવામાં આવશે. અગાઉની ટુર્નામેન્ટ બાયો બબલ વચ્ચે રમી હતી, જેને રેકોર્ડ 200 મિલિયન દર્શકોએ જોયા હતા. રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સનો વિજય થયો હતો.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code