
- અલ-કાયદા બાદ હવે આઈએસ
- પૈગમ્બર વિવાદ મામલે દેશમાં હુમલો કરવાની ધમકી
દિલ્હીઃ- દેશમાં બીજેપી નેતાઓ દ્રારા મોહમ્મદ પૈગમ્બર પર જે ટીપ્પણી કરવામાં આવી ત્યાર બાદ અનેક લોકો વિરોધ કરી રહ્યા છે આવી સ્થિતિમાં મુસ્લિમ દેશોએ પણ ભારતનો વિરોધ કર્યો છે અને અનેક ધમકીઓ આપવામાં આવી રહી છે ,ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, ભાજપે કાર્યવાહી કરીને શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
અલ-કાયદા બાદ ઈસ્લામિક સ્ટેટ પણ પયગંબર મોહમ્મદ વિશેા વિવાદમાં કૂદી પડ્યું છે.ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે ભારતમાં હુમલાની ધમકી આપી છે. તાજેતરમાં, અલ-કાયદા એ ભારતમાં ફિદાયીન હુમલાની ધમકી આપી હતી.
મળતા રિપોર્ટસ મુજબ ISKPએ તેના મુખપત્ર અલ અઝાઈમ ફાઉન્ડેશન દ્વારા ન્યૂઝ બુલેટિન સેવા શરૂ કરી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ન્યૂઝ બુલેટિનમાં સંગઠને ખાસ કરીને ભારત અને ઈશનિંદા વિશે વાત કરી છે.
એક મીડિયા એહવાલ પ્રમાણે સ્વતંત્ર ન્યૂઝ હેન્ડલ ખુરાસન ડાયરીની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં નૂપુર શર્મા અને બુલડોઝરની કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે ખોરાસાન ડાયરી અનુસાર, વીડિયોમાં ભારત સાથે રાજદ્વારી રીતે જોડાણ કરવા બદલ તાલિબાનની ટીકા કરવામાં આવી હતી. જેમાં મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ દ્વારા એક ભારતીય ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપવા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે આ પહેલસા આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવા માટે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી હતી.