
ઘરમાં માંકડનો ત્રાસ છે? તો હવે આ રીતે કરો તેને દુર
ઘરમાં ખુણામાં માંકડ થઇ ગયા છે તો તમારી માટે હેર ડ્રાયર બેસ્ટ ઓપ્શન છે. હેર ડ્રાયરની ગરમ હવાથી માંકડ જલદી મરી જાય છે. આ માટે તમે ઘરનાં ખુણામાં હેર ડ્રાયર કરો અને માંકડ ભગાવો.
તમારા કબાટ અને પલંગ પર બહુ માંકડ થઇ ગયા છે તો તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ફુદીનાના પાન ક્રશ કરીને મસળી લો. ત્યારબાદ આ ફુદીનાના પાન ઘરમાં બધી જ જગ્યાએ મુકી દો. આમ કરવાથી માંકડ તરત ભાગી જશે.
ઉલ્લેખનીય છે કે માંકડ એક એવા કીડા છે જે ચટકો ભર્યા પછી લોહી ચુસવા લાગે છે. મોટાભાગે લાકડાના પલંગ તેમજ ખુરશી ટેબલના કિનારીઓ પર માંકડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. માંકડ જ્યારે ડંખ મારે છે ત્યારે શરીર પર લાલ જામા પડી જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. એવામાં માંકડ ઇંડા મુકે છે અને એમની સંખ્યા વધતી જાય છે. જે દિવસે માંકડ ઇંડા મુકે છે ત્યારે એમની સંખ્યા ખૂબ વધી જાય છે. એવામાં ઘરમાં થયેલા માંકડમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે.