
ISROએ રચ્યો ઈતિહાસ,શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી નવું રોકેટ SSLV-D1 લોન્ચ કર્યું
- ISRO એ રચ્યો ઇતિહાસ
- નવું રોકેટ SSLV-D1 કર્યું લોન્ચ
- શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ
7 ઓગસ્ટ,આંધ્રપ્રદેશ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજરોજ દેશનું નવું રોકેટ લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં EOS02 અને AzaadiSAT સેટેલાઈટ જઈ રહ્યા છે.લોન્ચિંગ સફળ રહ્યું.રોકેટે યોગ્ય રીતે કામ કરતા બંને સેટેલાઈટને તેમની નિર્ધારિત કક્ષામાં પહોંચાડી દીધા છે.પરંતુ ત્યારબાદ સેટેલાઈટના ડેટા મળવાનું બંધ થઈ ગયું.
ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે,ISRO મિશન કંટ્રોલ સેન્ટર ડેટા લિંક મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.લિંક સ્થાપિત થતાં જ અમે દેશને જાણ કરીશું.EOS02 એ અર્થ ઓબઝર્વેશન સેટેલાઈટ છે. જે 10 મહિના સુધી અવકાશમાં કામ કરશે.તેનું વજન 142 કિલો છે.તેમાં મિડ અને લોંગ વેવલેન્થ ઈન્ફ્રારેડ કેમેરા છે.જેનું રિઝોલ્યુશન 6 મીટર છે.એટલે કે તે રાત્રે પણ મોનિટર કરી શકે છે.આ ઉપરાંત SpaceKidz India નામની સ્પેસ એજન્સીનો સ્ટુડન્ટ સેટેલાઇટ આઝાદીસેટ પણ મોકલવામાં આવ્યો છે.
PSLV અને SSLV વચ્ચેનો તફાવત
PSLV એટલે કે પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ 44 મીટર લાંબો અને 2.8 મીટર વ્યાસ ધરાવતું રોકેટ છે.જ્યારે, SSLV ની લંબાઈ 34 મીટર છે.તેનો વ્યાસ 2 મીટર છે.પીએસએલવીના ચાર તબક્કા છે.જ્યારે SSLV માત્ર ત્રણ તબક્કા ધરાવે છે.પીએસએલવીનું વજન 320 ટન છે, જ્યારે એસએસએલવીનું વજન 120 ટન છે.પીએસએલવી 1750 કિગ્રા વજનના પેલોડને 600 કિમીના અંતર સુધી લઈ જઈ શકે છે.SSLV 500 કિમીના અંતર માટે 10 થી 500 કિલોગ્રામના પેલોડનું વહન કરી શકે છે.પીએસએલવી 60 દિવસમાં તૈયાર થઈ જશે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર છે.
SSLV શું છે ?
SSLV નું ફૂલ ફોર્મ છે સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ. એટલે કે હવે આ રોકેટનો ઉપયોગ નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે કરવામાં આવશે.તે એક સ્મોલ-લિફ્ટ લોન્ચ વ્હીકલ છે. આના દ્વારા 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને નીચલા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે એટલે કે 500 કિમીથી નીચે અથવા 300 કિલોગ્રામના ઉપગ્રહોને લોઅર અર્થ ઓર્બિટમાં સૂર્ય સિંક્રનસ ઓર્બિટમાં મોકલવામાં આવશે.સબ-સિંક્રોનસ ભ્રમણકક્ષાની ઊંચાઈ 500 કિમીથી ઉપર છે.