
અમદાવાદઃ સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં તગડો પગાર મેળવતા અને ઈન્કમટેક્સના રિફન્ડ મેળવવા ક્લેમ કરનારા ઘણાબધા કર્મચારીઓને આઈટીએ નોટિસ ફટકારીને ખૂલાશો કરવા જણાવાયું છે.પગારદાર કરદાતા માટે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 જુલાઈ હતી. કરદાતાઓએ વર્ષ 2021-22ના વર્ષની આવકનું રિટર્ન ભર્યું હતું. જેમાં આઈટી ડિપાર્ટમેન્ટને શંકા છે કે પગારદાર કરદાતાએ કરકપાતમાં વધારાની રકમ માગી વધારે રિફંડ ક્લેઈમ કર્યા છે. જેથી ડિપાર્ટમેન્ટે પગારદાર કરદાતાને સેક્શન 143ની નોટિસ મોકલી 7 દિવસમાં ખુલાસો માગ્યો છે. જો કરદાતા જરૂરી દસ્તાવેજ જમા નહીં કરાવે તો 200 ટકા પેનલ્ટી લાગશે. માત્ર અમદાવાદમાં જ 7થી 8 હજાર કરદાતાને નોટિસ પાઠવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મજબ સરકારી તેમજ ખાનગી કંપનીઓમાં તગડો પગાર મેળવતા અને ઈન્કમટેક્સના રિફન્ડ મેળવવા ક્લેમ કરનારા ઘણાબધા કર્મચારીઓને આઈટીએ નોટિસ ફટકારીને ખૂલાશો કરવા જણાવાયું છે, કર્મચારીઓની મળેલા ભથ્થા, ભાડાંની આવક, ભાડાનું વ્યાજ, દાનની વિગત, શિક્ષણ ફી ભર્યાની વિગતો, સરકારી જામીનગીરીમાં કરેલા રોકાણો, કોરોનાની બીમારીને લઇને માગેલી કરકપાતને લઇને દાવાની ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સબમિટ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. જો કોઇ કરદાતાને ઈન્કમટેક્સની નોટિસ મળી હશે અને કરકપાતના દાવાના જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તેવા કિસ્સામાં કરદાતાની આ આવકને ટેક્સમાં ઉમેરી 200 ટકા દંડ કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ ટેકસની નોટિસ નથી પરંતુ સામાન્ય પત્ર વ્યવહાર છે જેમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવામાં આવ્યું છે. જેમાં રોકાણોને લગતા એનપીએ, પીપીએ, એનએસસી, ટેકસ સેવિંગ એફડી, જેવા પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.