
જગન્નાથજી રથયાત્રાઃ નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે ભક્તોમાં ઉનેરો ઉત્સાહ
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળ્યાં છે. રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળી, અખાડીન અને શણગારેલી ટ્રકો પણ જોડાઈ છે. રથયાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સમગ્ર રૂટ ઉપર ભક્તો ઉમટી પડ્યાં છે અને તેમના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સમગ્ર રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રથયાત્રાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શણગારેલી ટ્રકોમાં સવાર ભક્તો દ્વારા ફણગાવેલા મગ, જાંબુ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઠેર-ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ પણ સતત ખડેપગ તૈનાત છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે. રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે. ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રામાં દરેક ગતિવિધિ પર નજર રાખવા 1,733 બોડીવોર્ન કેમેરા લગાવાયા છે. બોડીવોર્ન કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગની સુવિધા રાખવામાં આવી છે. 16 કિ.મીના સમગ્ર રૂટમાં 1,400 CCTVથી નજર રાખવામાં આવી રહી છે.