1. Home
  2. ગુજરાતી
  3. અવતાર 2 ની રિલીઝ પહેલા જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ 
અવતાર 2 ની રિલીઝ પહેલા જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ 

અવતાર 2 ની રિલીઝ પહેલા જેમ્સ કેમરોન કોરોના પોઝિટિવ 

0
Social Share

મુંબઈ:અવતારઃ ધ વે ઓફ વોટરના ડિરેક્ટર જેમ્સ કેમરોન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.પીઢ દિગ્દર્શક હાલમાં આઈસોલેશનમાં છે.કોવિડ પોઝિટિવ હોવાને કારણે જેમ્સ કેમેરોન યુએસએના લોસ એન્જલસમાં અવતાર 2 ના પ્રીમિયરમાં હાજરી આપી શકશે નહીં.જેમ્સ કેમરોને પોતે એક ઈવેન્ટ દરમિયાન આ અંગેની જાણકારી આપી હતી.કેમેરોન વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

જેમ્સ કેમેરોન છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં તેની આગામી ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું પ્રમોશન કરી રહ્યા છે.આ ફિલ્મનું પ્રીમિયર ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે.ડિઝનીના પ્રવક્તાએ તેમના સ્વાસ્થ્ય વિશે કહ્યું, “જીમ (જેમ્સ કેમેરોન) કોરોના પોઝિટિવ થઈ ગયા છે, તેમની તબિયત અત્યારે ઠીક છે.નિયમિત પરીક્ષણ દરમિયાન તે પોઝિટિવ મળી આવ્યા હતા. તે તેનું શેડ્યૂલ વર્ચ્યુઅલ રીતે પૂર્ણ કરશે,પરંતુ પ્રીમિયરમાં હાજરી આપી શકશે નહીં.ટાઇટેનિક જેવી ફિલ્મો બનાવી ચૂકેલા કેમેરોન 6 ડિસેમ્બરે લંડનમાં અવતાર 2ના પ્રીમિયરમાં પણ હાજરી આપી હતી.

જેમ્સ કેમરોને ઘણા વર્ષોથી અવતારના બીજા ભાગ પર કામ કર્યું છે.તેનો પહેલો ભાગ વર્ષ 2009માં રિલીઝ થયો હતો અને તે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.આ ફ્રેન્ચાઈઝીમાં પાંચ ફિલ્મો બનાવવાની યોજના છે.ફિલ્મના પ્રીમિયર બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે.આ ફિલ્મ 16 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં 3D અને IMAXમાં રિલીઝ થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code