અયોધ્યામાં જય શ્રી રામ! ગાઈડ દ્વારા પ્રવાસીઓને મળશે ઈતિહાસની જાણકારી
દિલ્હીઃ અયોધ્યામાં આગામી દિવસોમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે. દરમિયાન આગામી દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યામાં આવશે. જેને ધ્યાનમાં રાખી પ્રશિક્ષીત ગાઇડ રાખવાની તૈયારી કરાઇ રહી છે. ગાઈડની મદદથી અયોધ્યાના ઇતિહાસનું વર્ણન કરાશે અને પર્યટકોને સાચી માહિતી અપાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યામાં ગાઈડના પ્રશિક્ષીણ મુદ્દે નગર નિગમ અને ડો.રામ મનોહર લોહીયા અવધ યુનિ. વચ્ચે કરાર થયા છે. લગભગ 100 ટુરીસ્ટ ગાઇડને ટ્રેનીંગ આપી તેમને ફરજ ઉપર મુકાશે. તેમની ટ્રેનીંગ જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી શરૂ થશે. રામમંદિરના પાયાની ડીઝાઇનને લઇને હજુ પણ ટેકનીકલ તજજ્ઞો મંથન કરી રહ્યા છે. આ પહેલા મંદિરની રીટેનીંગ દીવાલનું કામ રવિવારથી શરૂ થશે. જ્યારે પાયાની ડીઝાઇન તૈયાર થઇ રહી છે. ત્યારે સમયનો ઉપયોગ કરી દીવાલનું કામ શરૂ કરાશે.
ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રએ જણાવ્યું હતું કે, એક બે દિવસામં રીટેનીંગ દિવાલનું કામ શરૂ થશે. મંદિરની ત્રણેય બાજુ દીવાલ બનાવી ભુકંપ અને અન્ય પ્રાકૃતિક આપદાથી મંદિરને સુરક્ષીત કરાશે. ટ્રસ્ટ દ્વારા 15 જાન્યુઆરીથી દેશમાં દાન લેવાનું શરૂ કરશે.


