1. Home
  2. ગુજરાતી
  3. દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા
દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા

દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા

0
Social Share
  • દેશના 71 હજાર યુવાઓને મળી નોકરી
  • રોજગાર મેળામાં પીએમ મોદીએ નિમણૂક પત્ર સોંપ્યા

દિલ્હીઃ- દેશની સત્તા પર જ્યારથી પ્રધાનમંત્રી પદ પર નરેન્દ્ર મોદીજી આવ્યા છએ ત્યારેથી દેશના યુવાઓને લઈને અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે આ હેઠળ રોજગાર મેળાઓ પણ યોજાય છે જેમાં મોટા પ્રમાણમાં યુવાઓને નોકરીની તક સાંપડે છએ ત્યારે એજરોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં લગભગ 71 હજાર નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા.

આ અવસર પર પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે રોજગાર મેળો અમારા સુશાસનની ઓળખ બની ગયો છે અને તે અમારા વચનો પૂરા કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.જે એપ પણ દર્શાવે છે કે અમારી સરકાર જે સંકલ્પો લે છે તે પૂરા કરે છે. અમે ભરતી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કર્યા છે. કેન્દ્રીય સેવાઓમાં ભરતી પ્રક્રિયા પહેલા કરતાં વધુ કાર્યક્ષમ અને સમયબદ્ધ બની ગયું છે.

વધુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે પારદર્શક રીતે ભરતી અને પ્રમોશનથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે. આ પારદર્શિતા તેમને વધુ સારી રીતે સ્પર્ધામાં પ્રવેશવા પ્રેરે છે. અમારી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે બિઝનેસ જગતમાં એવું કહેવાય છે કે ગ્રાહક હંમેશા સાચો હોય છે. તેવી જ રીતે, શાસનમાં આપણો મંત્ર નાગરિક હંમેશા સાચો હોવો જોઈએ.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ રોજગાર મેળામાં પ્રધાનમંત્રી મોદી એ  લગભગ 71,000 નવનિયુક્ત કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 લાખ કર્મચારીઓની ભરતી અભિયાન ‘રોજગાર મેળા’ હેઠળ નિમણૂક પત્રો આપ્યા.

વધુમાં પીએમ મોદીએ ગામડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે ભારતના ગામડાઓમાં પણ એવા ઉદ્યોગસાહસિકો છે, જેઓ ડિજિટલ ટેક્નોલોજીથી ખૂબ જ સારી રીતે વાકેફ છે. આ જાણીને મને ગર્વની લાગણી થાય છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા આત્માને ઊંચો રાખો અને હિંમત, પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે આગળ વધો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code