
કન્હૈયાલાલ હત્યાકાંડથી ઉદયપુર પર્યટન ઉદ્યોગના લાખો લોકોની આજીવિકા પર ખતરો,આટલા બુકિંગ થયા કેન્સલ
- થોડા દિવસ પહેલા કન્હૈયાલાલ નામના વ્યક્તિની હત્યા
- આ ઘટના બાદ શહેરમાં હોટલના 50% બુકિંગ કેન્સલ
- દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉદેપુરની મુલાકાતે આવે છે
જયપુર:રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ બાદ સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. ઉદયપુરમાં દુકાનદારોની દુકાનો બંધ છે.લોકો બજારમાં જતા અચકાય છે.રાજસ્થાનનું પ્રવાસન શહેર કહેવાતું ઉદયપુર આજે આઘાતમાં છે.આ હત્યાકાંડે ઉદયપુરના દામનમાં ક્યારેય ન પુરાય એવો ડાઘ છોડી દીધો છે.આ ડાઘને કારણે ઉદયપુરના પ્રવાસનને ઘણું નુકસાન થયું છે.
ઉદયપુર પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે કન્હૈયાલાલની ઘાતકી હત્યાના કારણે પ્રવાસન ઉદ્યોગને આંચકો લાગ્યો છે.આ ઘટનાને કારણે ઉદયપુરની મુલાકાતે આવતા પ્રવાસીઓએ આગામી બે મહિના માટે હોટલોમાં અડધાથી વધુ બુકિંગ કેન્સલ કરી દીધા છે. શહેરના મોટાભાગના લોકો માટે પર્યટન એ જ તેમના દાળ અને રોટલીનો જુગાડ છે. હવે આ પછી લોકોની આજીવિકા પર મોટું સંકટ જોવા મળી રહ્યું છે.આ ઘટનાએ શહેરની છબીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે અને સપ્ટેમ્બરમાં શરૂ થતી પ્રવાસી સિઝન પર નકારાત્મક અસર પડશે.
ઉદયપુરના હોટલ એસોસિએશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુદર્શન દેવ સિંહે કહ્યું, “આ ઘટના પછી લોકોએ બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું છે.જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની ઋતુમાં મારી પાસે વીકએન્ડ માટે સારી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હતા પરંતુ આ ઘટના બાદ આગામી બે મહિના માટે છેલ્લા પાંચ-છ દિવસમાં પચાસ ટકાથી વધુ બુકિંગ કેન્સલ થઈ ગયા છે.તેમણે કહ્યું કે કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગ પહેલાથી જ ઠંડો પડી ગયો હતો અને આ વર્ષે સારા વેપારની અપેક્ષા હતી પરંતુ આ ઘટનાથી ઉદયપુરની છબી ખરાબ થઈ છે.