1. Home
  2. ગુજરાતી
  3. Rocky aur Rani ki Prem Kahani ના સેટ પરથી સ્ટાર કાસ્ટની તસ્વીર આવી સામે,રણવીર-આલિયા સાથે કરણ જોહર પણ દેખાયા 
Rocky aur Rani ki Prem Kahani ના સેટ પરથી સ્ટાર કાસ્ટની તસ્વીર આવી સામે,રણવીર-આલિયા સાથે કરણ જોહર પણ દેખાયા 

Rocky aur Rani ki Prem Kahani ના સેટ પરથી સ્ટાર કાસ્ટની તસ્વીર આવી સામે,રણવીર-આલિયા સાથે કરણ જોહર પણ દેખાયા 

0
Social Share
  • ‘રોકી અને રાનીની લવ સ્ટોરી’ના સેટ પરથી લીક થયા ફોટા
  • આલિયા અને રણવીર સિંહનો લૂક જોવા મળ્યો  
  • જેસલમેરમાં ચાલી રહ્યું છે ફિલ્મનું શૂટિંગ  

મુંબઈ:હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં વ્યસ્ત છે. ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR ફિલ્મોમાં છેલ્લે જોવા મળેલી અભિનેત્રી ટૂંક સમયમાં તેની નવી ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટ હાલમાં જેસલમેરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.આ દરમિયાન હવે આ ફિલ્મ સાથે જોડાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હાલમાં જ રોકી અને રાનીની લવસ્ટોરીના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.આ તસવીરોમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર પણ જોવા મળી રહ્યા છે.આ તસવીર સામે આવતા જ હવે આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ દર્શકોની સામે આવ્યો છે.

રોકી અને રાનીની લવસ્ટોરી પારિવારિક મૂલ્યો પર આધારિત લવસ્ટોરી હશે.આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.આ મહિને લગ્નના બંધનમાં બંધાયેલી આલિયા ભટ્ટ લગ્નના થોડા દિવસો બાદ જ આ ફિલ્મના શૂટિંગ માટે જેસલમેર પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે,અભિનેત્રી આલિયા ભટ્ટ આ મહિને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જોકે, નવદંપતી લગ્ન પછી તરત જ તેમના કામ પર પાછા ફર્યા.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ અભિનેતા રણબીર કપૂરની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.તો,અભિનેતા રણબીર સિંહ 13 મેના રોજ રિલીઝ થનારી તેની ફિલ્મ જયેશભાઈ જોરદારમાં જોવા મળશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code