
કરિના કપૂર ખાન હવે સુજોય ઘોષની ફિલ્મથી ઓટીટી ડેબ્યૂની તૈયારીમાં – ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
- કરિના કપૂર ઓટીટી પર કરશે ડેબ્યૂ
- સુજોષ ઘોષની ફઇલ્મમાં જોવા મળશે
- આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોનામ થશે શરુ
મુંબઈઃ- બોલિવૂડની બેબો ગર્લ કરિના કપૂર ખાન છેલ્લી વખત ગૂડ ન્યૂઝ ફિલ્મમાં એક્ષય કુમાર સાથે જોવા મળી હતી ત્યાર બાદ તેના ચાઈલ્ડને લઈને તેણે બોલિવૂડમાંથી બરેક લીધો હતો, જો કે હવે ફરી તે ફિલ્મમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં જોવા મળી છે,જો કે આ વખતે તે ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કરિના કપૂર ખાન ડાયરેક્ટ સુજોય ઘોષની ફિલ્મમાં જોવા મળશે, આ સાથે જ આ ફિલ્મમાં એક્ટર જયદિપ અહલાવત,અને વિજય વર્મા પણ કરિના કપૂર સાથે જોવા મળશે,સુજોયની આ ફિલ્મ જાપનના જાણીતા પુસ્તકની આઘાી છે, જાપાની લેખક કીગો હિગાશિનોનું પુસ્તક ઘ દિવોશન ઓફ સ્પેક્ટ એક્સ પર આ ફિલ્મ બનવા જઈ રહી છે.
જાણકારી પ્રમાણે ફિલ્મનું શૂટિગં આવતા સપ્તાહથી શરુ થવાનું છે,જેમાં પર્થન શેડ્યૂલ દાર્જલિંગમાં ગોઠવાયું છે,જ્યારે શૂટિંગનું બીજૂ શેડ્યૂએલ મુંબઈમાં જ કરાશે,મુંબઈ માટે મે મહિનાનો એન્ડનો સમય ફાળવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જૂનમાં વરસાદની મોસમ શરુ થઈ જાય છે જેના કરાણે ડાયરેક્ટરે આ ફિલ્મનું શૂટિંગ મેના અંત સુધીમાં પુરુ કરી શકાય તેવી યોજના બનાવી છે.જો કે ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરાયુ નથી અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની યોજના બનાવાઈ છે. જેથી કરીના કપૂરની આ પ્રથમ ઓટીટી ફિલ્મ હશે,જો ફિલ્મની કહાનિ વિશે વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે મર્ડર મિસ્ટ્રીથી ભરપુર હશે આ ફિલ્મ અને આવનારા વર્ષના માર્ચ મહિનામાં રિલીઝ કરવામાં આવી શકે છે.