1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત
કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત

કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત

0
Social Share

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે સભ્યો પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બંને આરોપીઓ પર બીજેપી નેતા પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. આરોપીઓની ઓળખ કોડાજે મોહમ્મદ શરીફ (ઉ.વ 53) અને મસૂદ કેએ (ઉ.વ. 40) તરીકે થઈ છે. બંને આરોપીઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી છે. NIAએ કહ્યું છે કે, જે કોઈ પણ આરોપીનું સરનામું આપશે તેને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમજ તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

( માત્ર સફેદ ટી-શર્ટમાં કડકડતી ઠંડીમાં ભારત જોડો યાત્રા કરતા રાહુલ ગાંધીને લાગી ઠંડી….. જોવો વીડિયો)

https://youtube.com/shorts/zeRHLK-IThM?feature=share

સુત્રોના જણાવ્યા અનુસાર 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારીના રહેવાસી પ્રવીણ નેતરુની તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રવીણ કર્ણાટક ભાજપ યુવા મોરચાના જિલ્લા સચિવ હતા. રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ કટ્ટરપંથીઓએ કન્હૈયાલાલ નામના વ્યક્તિનું માથું કાપી નાખ્યું હતું. ગયા વર્ષે 29 જૂને પ્રવીણે પણ કન્હૈયાલાલના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેથી તેમની હત્યા કરાયાનું મનાઈ રહ્યું છે.

ભાજપના નેતા પ્રવીણભાઈ રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. મોટરસાયકલ પર આવેલા બદમાશોએ પ્રવીણ પર તલવાર, સિકલ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હત્યાકાંડ બાદ સમગ્ર કર્ણાટકમાં હોબાળો મચી ગયો હતો. હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. PFI પર હત્યાનો આરોપ હતો. કર્ણાટકના સીએમ બોમ્માઈએ પણ આ હત્યાકાંડની નિંદા કરી હતી અને આરોપીઓને જલ્દી પકડીને કડક સજા કરવા જણાવ્યું હતું. બીજી સમગ્ર કેસની તપાસ હવે NIAની ટીમ કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code