1. Home
  2. ગુજરાતી
  3. બલૂચિસ્તાન-ખૈબર પખ્તૂનખ્વાંમાં અત્યાચાર કરનાર પાકિસ્તાને UNHRCમાં કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો લગાવ્યો આરોપ
બલૂચિસ્તાન-ખૈબર પખ્તૂનખ્વાંમાં અત્યાચાર કરનાર પાકિસ્તાને UNHRCમાં કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો લગાવ્યો આરોપ

બલૂચિસ્તાન-ખૈબર પખ્તૂનખ્વાંમાં અત્યાચાર કરનાર પાકિસ્તાને UNHRCમાં કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો લગાવ્યો આરોપ

0
Social Share

યુએનએચઆરસીમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

કાશ્મીરમાં માનવાધિકારોના ભંગનો લગાવ્યો આરોપ

સંયુક્ત તપાસ સમિતિની રચનાનો પણ કર્યો અનુરોધ

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. યુએનએચઆરસી માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે. અમે સંયુક્ત તપાસ સમિતિની રચનાની માગણી કરીએ છીએ.

પાકિસ્તાને યુએનએચઆરસીને અનુરોધ કર્યો છે કે કાશ્મીરના મુદ્દા પર પરિષદ ચુપ બેસે નહીં. પાકિસ્તાને મંગળવારે થયેલી બેઠક દરમિયાન કહ્યું છે કે ભારતે કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કર્યો છે. પાકિસ્તાને પરિષદમાં કાશ્મીરને માનવાધિકારોનું કબ્રસ્તાન ગણાવ્યું છે.

42મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે આ મુદ્દા પર પોતાની નિષ્ક્રિયતાથી યુએનએચઆરસીના વૈશ્વિક મંચ પર શર્મિંદા થવું જોઈએ નહીં.

કુરૈશીએ કહ્યુ છે કે મે માનવાધિકાર પરિષદનો દરવાજો ખખડાવ્યો છે. માનવાધિકારોની સુરક્ષા માટે બનેલી આ સંસ્થાથી અમે કાસ્મીરના લોકો માટે સમ્માન અને ન્યાય માગીએ છીએ.

પાકિસ્તાને કહ્યું છે કે અમે ઓગસ્ટ માસને વૈશ્વિક સ્તરે શર્મિંદા થવા દેવો જોઈએ નહીં. આ પરિષદના સંસ્થાપક સદસ્ય હોવાના કારણે પાકિસ્તાન નૈતિક અને સૈદ્ધાંતિક રીતે કાશ્મીરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તેને રોકવા ચાહે છે. કાશ્મીરના મામલા પર પરિષદે ઉદાસિન રહેવુ જોઈએ નહીં.

પાકિસ્તાને પોતાના નિવેદનો પર હજી ભારતને સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ – 370ને અસરહીન કરી હતી. તેના પછી પાકિસ્તાન સતત વૈશ્વિક મંચો પર મદદની ગુહાર લગાવી રહ્યું છે.

ભારતનું આ મામલા પર સ્પષ્ટપણે કહેવું છે કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેમા કોઈપણ દેશ અથવા સંસ્થાની મધ્યસ્થતાને અવકાશ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code