
‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈનમાં સાબરકાંઠાના ખેડબ્રંહ્માને સ્થાન મળ્યું, પ્રવાસીની સંખ્યા વધવાની સંભાવના
- સાંબરકાંઠામાં વધી શકે છે પ્રવાસીઓની સંખ્યા
- સરકારે ખેડબ્રંહ્માને ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઈનમાં સ્થાન આપ્યું
- ભારતમાં બ્રંહ્માજીના બે મંદિર
મહેસાણા: ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લાઓમાં પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સૌથી મોટુ કેમ્પેઈન ‘ખુશ્બુ ગુજરાત કી’ પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવામાં સરકાર દ્વારા વધુ એક પગલું ભરવામાં આવ્યું છે જેનાથી સાબરકાંઠા વિસ્તારમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળવાની સંભાવના છે.
વાત એવી છે કે ગુજરાત સરકારે ‘ખુશ્બુ ગુજરાત કી’માં ખેડબ્રંહ્માનો સમાવેશ કર્યો છે. સાબરકાંઠાના ખેડબ્રંહ્મા શહેરમાં આવેલા બ્રંહ્માજીના મંદિરને સ્થાન આપ્યું છે અને ઉલ્લેખનીય વાત એ છે કે ભારતભરમાં સર્જનહાર બ્રંહ્માજીના બે મંદિર છે. વિશ્વના પ્રવાસીઓ, દેશના પ્રવાસીઓ ખેડબ્રહ્મા ની મુલાકાતે આવશે ત્યારે આ વિસ્તારના લોકોની રોજીરોટી વધશે.
જો કે ખેડબ્રંહ્માના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કોમર્સ કોલેજના તત્કાલીન પ્રોફેસર બ્રહ્મભટ્ટ દ્વારા જોડે ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીની રોજીરોટી કેમ વધે, આવક કઈ રીતે વધે, તે અંગે આદિવાસી વિસ્તારનું રીસર્ચ કર્યું છે અને આ વિસ્તાર વિકાસ અને વિશ્વની ફલક ઉપર કેમ નામ રોશન થાય તેના માટે પી.એચ.ડી કર્યું અને ગુજરાત સરકારમાં ખેડબ્રહ્માનો બ્રહ્માજી મંદિરનો પ્રવાસન નિગમમાં સમાવેશ કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે.