
ખેલો ઈન્ડિયા મહિલા લીગ હવે ‘અસ્મિતા મહિલા લીગ’ તરીકે ઓળખાશે – મંત્રી અનુરાગ સિંહ ઠાકુર
દિલ્હીઃ- કેન્દ્રીય યુવા અને રમત ગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા મહિલા લીગ હવેથી અસ્મિતા મહિલા લીગ તરીકે ઓળખાશે. જેનો અર્થ, મહિલાઓને પ્રેરણા આપીને રમત-ગમતમાં સીમાચિહ્ન હાંસલ કરવું તેવો થાય છે. એટલે કે અસ્મિતા એ ક્રિયા દ્વારા મહિલાઓને પ્રેરણા આપીને સ્પોર્ટ્સ માઇલસ્ટોન હાંસલ કરવાનો ઉલ્લેખ કરે છે.
આ પબાબતે મળતી માહિતી પ્રમાણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ઠાકુરે ખેલો ઈન્ડિયાની સમગ્ર ટીમની આ વિચારની કલ્પના કરવા અને અસ્મિતા પોર્ટલ તેમજ નવો લોગો વિકસાવવા બદલ પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ભારતીય રમતગમતના ડિજિટલાઈઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
અસ્મિતા પોર્ટલ એક વ્યાપક સંસાધન તરીકે સેવા આપે છે, જે અન્ય સુવિધાઓની સાથે આગામી લીગમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. તે કોઈપણ શાળા, કોલેજ, સરકારી અથવા ખાનગી સંસ્થાને ‘અસ્મિતા વિમેન્સ લીગ’નું આયોજન કરવા અને રમતની શ્રેષ્ઠતા તરફ ખેલો ઈન્ડિયાની કૂચનો ભાગ બનવા સક્ષમ બનાવશે. આ સહીત અસ્મિતા પોર્ટલ શાળા, કોલેજ તેમજ સરકારી અથવા ખાનગી સંસ્થા ને અસ્મિતા વિમેન્સ લીગ નું આયોજન કરવા અને રમતની શ્રેષ્ઠતા તરફ ખેલો ઈન્ડિયાની કૂચનો ભાગ બનવા સક્ષમ બનાવશે.
આ મા લે વઘુમાં ઠાકુરે ઉમેર્યું હતું કે, મહિલા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા માટે તકો, સુવિધાઓ અને વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.