
ખિલાડી કુમારની 2022માં એક-બે નહીં છ ફિલ્મો થશે રિલીઝ
મુંબઈઃ બોલીવુડમાં ખીલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષય કુમારએ વર્ષ 2021માં સૂર્યવંશી, અતંરગી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે 2022માં પણ અક્ષય કુમાર નવી ફિલ્મો સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. 2022માં અક્ષય કુમારની એક-બે નહીં પરંતુ છ ફિલ્મો રિલીઝ થશે. જેમાં તેઓ જોરદાર અભિયન કરી રહ્યાં છે.
જાન્યુઆરીમાં બહુચર્ચિત ફિલ્મ પૃથ્વીરાજ રિલીઝ માટે તૈયાર છે. ઐતિહાસિક વર્તા પર બનેલી ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં સપડાઈ છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સિનેમાઘરોને લઈને શુ નિર્ણય લેવામાં આવે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે. અક્ષય કુમારના પ્રસંશકો લાંબા સમયથી બચ્ચન પાંડેની પણ રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહદ સમજીએ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કૃતિ સેનન લીડ રોલમાં છે.
અક્ષય કુમારની ફિલ્મ રામસેતુ પણ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમની સાથે જેકલિન ફર્નાડીસ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. રામસેતુમાં અક્ષય કુમાર આર્કિયોલોજીસ્ટની ભૂમિકામાં જોવા મળશે. અતરંગી રે બાદ અક્ષય કુમાર આનંદ એલ રોય સાથે રક્ષાબંધનમાં જોવા મળશે. આ ફિલ્મના નામ ઉપરથી જ લાગે છે કે, ફિલ્મ ભાઈ-બહેનના સંબંધ ઉપર આધારિત હશે. આ ઉપરાંત ખિલાડી કુમારની ગોરખા અને ઓહ માઈ ગોડ-2 પણ રિલીઝ થશે. બંને ફિલ્મમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળશે. આમ 2021ની જેમ 2022માં અક્ષય પોતાના અભિયનથી લોકોનું મનોરંજન કરશે. જો કે, આ ફિલ્મનો અક્ષય કુમાર કોરોનાના ગ્રહણથી કેવી રીતે બચાવે છે તે જોવાનું રહેશે.